For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Hair Care Tips : જાણો, વાળને મજબૂત બનાવવા માટે શું કરવું અને શું ન કરવું જોઇએ?

- વાળના વિકાસ માટે તમારા વાળને પોષણની જરૂર હોય છે

Updated: Jan 4th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી 2021, સોમવાર 

વાળના ગ્રોથ માટે તમારે કેટલીક મૂળ વાતોનું પાલન કરવાની જરૂર છે. ઓઇલિંગ વાળની દેખભાળ કરવા માટે દિનચર્યાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. વાળમાં તેલ લગાવવાથી વાળને મજબૂતી મળે છે. તેના વિકાસ માટે, તમારા વાળ અને માથાને યોગ્ય પોષણની જરૂર હોય છે. તેલ લગાવવાથી તમારા વાળને પોષણ મળી શકે છે. કેટલાય તેલ છે જેને પોતાના વાળના વિકાસ માટે યોગ્ય માનવામાં આવે છે. વાળના વિકાસ માટે તેલના મિશ્રણ વિશે જણાવવામાં આવે છે. વાળને તૂટતા, ખરતા બચાવવા અને યોગ્ય પરિણામ માટે નિયમિત અંતરાલ પર પોતાના વાળ પર રેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ વાળના વિકાસ માટે તેલ લગાઓ છો તો અહીં કેટલાક એવા ઉપાય છે, જેનું તમારે પાલન કરવું જોઇએ. 

વાળના ગ્રોથ માટે તેલનો ઉપયોગ કેવી રીતે કરશો? 

વાળમાં તેલ લગાવતી સમયે શું કરશો? 

- તમારા વાળને જ નહીં, તમારા સ્કૈલ્પને પણ પોષણની જરૂર હોય છે. 

- વાળ પર તેલ લગાવતી વખતે, પહેલા પોતાની ખોપડી પર તેલની સારી રીતે માલિશ કરો. 

- ત્યારબાદ વાળના મૂળથી લઇને છેડા સુધી લગાઓ. 

- વાળમાં નિયમિત રીતે તેલ લગાઓ. 

- વાળના ગ્રોથ માટે તેલ લગાવવાનું ન છોડશો. 

- વાળના તેલને નિયમિત રીતે લગાવવા માટે એક દિનચર્યાનું પાલન કરો. 

- સારા પોષણ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ચોક્કસપણે લગાઓ. 

વાળમાં તેલ લગાવતી વખતે શું ન કરવુંં?

- પોતાના વાળમાં વધુ સમય સુધી તેલ ન રાખો. 

- વાળમાં તેલ લગાવવાના 3-4 કલાક પછીથી લઇને 10-12 કલાક સુધી પોતાના વાળને ધોઇ શકો છો. 

- વાળમાં તેલ લગાવ્યા બાદ કોઇ પણ અન્ય પ્રોડક્ટનો ઉપયોગ ન કરશો. 

- જેથી તમારા વાળ તેલને યોગ્ય રીતે શોષી લે. 

- તેલ લગાવ્યાના ઠીક બાદ પોતાના વાળમાં કાંસકો ન ફેરવશો. 

- ખૂબ જ વધારે તેલ ન લગાવશો. 

વાળને ખરતાં અટકાવવાનો ઉપાય 

વાળના વિકાસ માટે ઘરેલૂ નુસ્ખા અજમાવો જેવા કે કરી પત્તા, મેથીના બીજ, નારિયેળનું તેલ, એલોવેરા જેલ. જ્યારે વાળ ભીના હોય ત્યારે તે સમયે વાળ તૂટવાનું જોખમ વધારે હોય છે એટલા માટે હેરવૉશ કર્યા બાદ તરત જ તેને ઓળશો નહીં. વાળની સ્ટાઇલિંગ માટે ડ્રાયર વગેરેનો ઉપયોગ ન કરશો. આ તમારા વાળને નુકશાન પહોંચાડી શકે છે અને વાળના ખરવાનું કારણ બની શકે છે. યોગ્ય પોષણ, ચમકદાર અને સિલ્કી વાળ માટે કન્ડીશનરનો ઉપયોગ કરી શકો છો. 

Gujarat