For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

New Year Resolutions 2021: આ મહત્ત્વપૂર્ણ સંકલ્પથી નવા વર્ષની શરૂઆત કરો

Updated: Jan 1st, 2021

નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી 2020, શુક્રવાર 

નવા વર્ષનું સ્વાગત બધા લોકો ખુશી અને ઉત્સાહની સાથે કરે છે. નવા વર્ષે લોકો પોતાનામાં પણ કંઇક પરિવર્તન કરવા વિશે વિચારે છે, આ કારણથી લોકો સંકલ્પ લે છે પરંતુ ઘણા બધા લોકો પોતાના સંકલ્પ પર જ ટકી શકતા નથી. એવામાં પ્રયાસ કરો કે ભારેભરખમ સંકલ્પ ન લઇને નાના-નાના એવા સંકલ્પ લો જે તમારા જીવન, સંબંધો અને જીવનશૈલીને વધારે સારી બનાવે. જાણો, કેટલાક એવા સરળ સંકલ્પ વિશે જે તમારા જીવનને તો આનંદમય બનાવશે જ, આ સાથે જ આખુ વર્ષ સંકલ્પ તૂટશે પણ નહીં. 

સ્વાસ્થ્ય 

જો તમારે બીમારીઓથી દૂર રહેવું છે અને જીવનમાં પ્રગતિ કરવી છે તો સૌથી પહેલા પોતાની જાતને ફિટ રાખવાનો સંકલ્પ લો. તેના માટે પોતાની જાતને બાંધશો નહીં પરંતુ જે તમારાથી શક્ય હોય તેટલુ કરો. જો તમારું વજન ઘણુ વધી ગયુ છે તો તેને ધીમે-ધીમે ઘટાડવાનો પ્રયાસ કરો. જો તમે 5 મિનિટ આપી શકો છો તો તેટલો સમય પણ કસરતને આપો, નિયમિત રીતે પણ આ પ્રકારે કરતાં રહો. આમ કરવાથી સફળતા અવશ્ય મળશે. 

ટેક્નોલોજી

નવા વર્ષની શરૂઆતમાં જ નક્કી કરી લો કે તમારે ટેક્નોલોજી પાસેથી કેટલી મદદ લેવી છે અને તેને કેટલું પોતાના જીવનમાં સામેલ કરવું છે. ટેક્નોલોજી વિકાસના ઘણા બધા ફાયદા તો છે જે સાથે જ તેનું નુકશાન પણ છે. પ્રયાસ કરો કે તમે આવનાર સમયને વધારેમાં વધારે પોતાના મોબાઇલમાં રહીને બરબાદ ન કરશો. પોતાના વિકાસ પૂરતુ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરો. 

રિલેશનશિપ

શરૂઆતમાં જ રિલેશનશિપને લઇને સંકલ્પ કરો કે જે ભૂલ તમે પહેલા કરી ચુક્યા છો, તેને આ વર્ષે કરશો નહીં. આ વર્ષે પોતાના નજીકના લોકોનાં મહત્ત્વને સમજો. બધા સાથે સારું વર્તન કરો. જે લોકો નકારાત્મકતા ફેલાવે છે. તેમનાથી દૂર જ રહો.. વર્ષનો પ્રથમ દિવસ તમે તમારા પ્રિયજનોની સાથે પણ વીતાવી શકો છો. આમ કરવાથી આ ક્ષણ યાદગાર બની જશે. 

મુસાફરી 

જો તમે ઇચ્છો છો કે તમે આવનાર વર્ષમાં વધુમાં વધુ મુસાફરી કરો તો તેના માટે પહેલાથી જ તૈયારી કરી લો. વસ્તુઓને પેપર પર લખો અને તે પેપરને કોઇ એવી જગ્યા પર લગાઓ કે તમે પોતાના સંકલ્પથી ભટકી ન જાઓ. કેલેન્ડર જોઇને નક્કી કરો કે તમને કેટલી રજાઓ મળી રહી છે. તેને તમે કોઇ રીતે પ્લાન કરવાના છો. બધુ જ વર્ષની શરૂઆતમાં જ નક્કી કરી લો. 

Gujarat