For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Dry Tulsi Care: સમૃદ્ધિનું પ્રતિક તુલસીનું અવારનવાર સુકાવુ અશુભ, તુલસીના છોડની આ રીતે લો સંભાળ

Updated: Jun 6th, 2022

Article Content Image

-તુલસીના છોડનુ સૂકવવું એ અશુભ 

-તુલસીનો સુકાઇ ગયેલ છોડને દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે

નવી મુંબઇ, તા. 6 મે 2022,સોમવાર  

હિંદુ ધર્મમાં મોટા ભાગના લોકો ઘરમાં તુલસીનો છોડ અવશ્ય જોવા મળે છે, અને સાથે સાથે તેની પુજા અને તેને દરરોજ પાણી પણ આપતા રહે છે. ઘરમાં લીલો તુલસીનો છોડ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આ જ કારણ છે કે, લોકો તુલસીના છોડનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ ઘણી વખત તુલસીનો છોડ નિયમિત રીતે કાળજી લેવા છતાં પણ સુકાઈ જાય છે. પણ શું તમે જાણો છો તુલસીના છોડનુ સૂકવવું એ અશુભ માનવામાં આવે છે.

સૂકો તુલસીનો છોડ છે દુર્ભાગ્યનું પ્રતિક  

ઘરમાં જો તુલસીનો છોડ સુકાઇ ગયો હોય તો ચેતી જજો, કારણ કે તુલસીનો સુકાઇ ગયેલ છોડને દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે, તુલસીના છોડને સૂકવવાથી મા લક્ષ્મી ક્રોધિત થાય છે. તુલસીનો છોડ લગાવતી વખતે જો દિશાનું ધ્યાન રાખવામાં આવે અને સાવચેતી રાખવામાં આવે તો તેને સુકાઈ જવાથી બચાવી શકાય છે. 

આજે આપણે વાત કરીશું તુલસી સંબંધિત મહત્વના નિયમો વિશે

તુલસીનો છોડ માટે માટી

Article Content Image

ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસીના છોડને સૂકવવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. જો તમે ઈચ્છો છો કે તુલસીનો છોડ સુકાઈ ન જાય, તો તેના માટે યોગ્ય રીતે માટી પસંદ કરવી ખૂબ જ જરૂરી છે. તુલસી માટે લાલ કે રેતાળ માટી શ્રેષ્ઠ છે.

તુલસીનો છોડ આ રીતે લીલો રહેશે

તુલસીના છોડને હંમેશા હર્યો ભર્યો રાખવા માટે તેમાં ગાયના છાણના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. છોડમાં ભીનું છાણ નાખવું જોઈએ નહીં. ગાયના છાણને સૂકવીને તેનો પાવડર બનાવી લો અને પછી તેને સમયાંતરે તુલસીના છોડમાં નાખતા રહો. આમ કરવાથી તુલસી તાજી રહેશે. 

આ દિવસે તુલસી ન તોડવી જોઈએ

કેટલાક ઘરોમાં, લોકો સ્નાન કર્યા વિના તુલસીના પાનને તોડી નાખે છે, જે યોગ્ય નથી માનવામાં આવતું. કહેવાય છે કે, સ્નાન કર્યા વિના તુલસીના છોડને ક્યારેય ન તોડવો જોઈએ. તેમજ એકાદશી અને અમાવસ્યાના દિવસે તુલસી તોડવી જોઈએ નહીં. એકાદશીના દિવસે ભગવાનને તુલસી અર્પણ કરવી, તેના આગલા દિવસે ભંગ થાય છે.

તુલસીને પાણી આપતી વખતે ધ્યાન રાખો

એવું માનવામાં આવે છે કે, ગુરુવારે તુલસીના છોડને કાચા દૂધથી જળ ચઢાવવું જોઈએ. આમ કરવાથી તુલસીમાં લાંબા સમય સુધી ભેજ રહે છે. તેમજ તે હંમેશા હરી ભરી દેખાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, રવિવારે તુલસીમાં પાણી ન આપવું જોઈએ. વરસાદની ઋતુમાં તુલસીને પાણી ન આપવું જોઈએ. કારણ કે તે તેના મૂળને જોખમમાં મૂકે છે.

બીજને હટાવતા રહો

Article Content Image

એવું કહેવામાં આવે છે કે, જ્યારે તુલસીના છોડમાં બી આવવા લાગે છે તો સમજી લેવું જોઈએ કે છોડ પર બોજ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં તુલસીના બીને તોડીને રાખવી જોઈએ. તેમજ કોઈપણ ગુરુવારે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

Gujarat