For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સતત માસ્ક પહેરવાથી થતા દુખાવા અને અસુવિધામાં કામ આવશે આ ટિપ્સ

- કોરોના મહામારીમાં સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી બની ગયું છે

Updated: Aug 10th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 10 ઓગષ્ટ 2020, સોમવાર 

કોરોના વાયરસનું વધતું સંક્રમણ વિશ્વભર માટે ચિંતાનો વિષય બની ગયો છે. દેશ અને વિશ્વમાં સતત સંક્રમણના કેસ વધી રહ્યા છે અને તેની સાથે જ કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. કોરોના સંક્રમણથી બચવા માટે ભારત સહિત વિશ્વના કેટલાય દેશોના વૈજ્ઞાનિક વેક્સીન શોધી રહ્યા છે અને 20થી વધારે વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં છે. પરંતુ જ્યાં સુધી સામાન્ય લોકો માટે વેક્સીન આવી ન જાય, ત્યાં સુધી સોશિયલ ડિસ્ટેન્સિગ અને સાફ-સફાઇ રાખવા ઉપરાંત માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. પરંતુ ઘણા બધા લોકો હજુ પણ માસ્ક પહેરવા ઇચ્છતા નથી. મોટાભાગના લોકોને તેનાથી અસુવિધા અથવા દુખાવાની ફરિયાદ રહે છે. એવામાં નિષ્ણાંતો દ્વારા આપવામાં આવતી ટિપ્સ તમારા કામમાં આવશે. 

આ સમયે કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. જો કે કેટલાય લોકો માટે માસ્ક પહેરવું અસુવિધાજનક પણ હોય છે. કેટલાક લોકોને તેનાથી કાનની પાછળ દુખાવાની ફરિયાદ રહે છે. ખાસ કરીને ચશ્મા પહેરતા લોકોને માસ્કને કારણે વધારે પરેશાનીનો સામનો કરવો પડે છે. 

નિષ્ણાંતોના સૂચનોની મદદથી માસ્ક પહેરવાથી થતી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. નિષ્ણાંતો અનુસાર ચશ્માને માસ્કની ઉપરથી પહેરવું જોઇએ. આમ કરવાથી ચશ્માનાં કાચ પર ભેજ લાગશે નહીં. 

ઘણા બધા લોકોને માસ્કની દોરીથી કાનમાં દુખાવો થવાની સમસ્યા થાય છે. આ લોકો ઇચ્છે તો માસ્કની બંને દોરીને ક્લિપની મદદથી પોતાના વાળમાં ટકાવી શકે છે. 

કેટલાક લોકોનો ચહેરો નાનો હોય છે, જેના કારણે માસ્ક ઢીલું બંધાય છે એવા લોકોએ માસ્કમાં ઇલાસ્ટિકની દોરીઓને બંને તરફથી પાછળ લઇ જઇને ક્લિપથી બાંધી દો. આ વિકલ્પ યોગ્ય રહેશે. 

નિષ્ણાંતોએ માસ્ક પહેરતી વખતે ગ્લોસી લિપસ્ટિક લગાવવાથી ટાળવાની સલાહ આપી છે. તેનાથી માસ્ક અને ચહેરા બંને ખરાબ થવાનું જોખમ રહે છે. 

નિષ્ણાંતોનું કહેવું છે કે માસ્ક પહેરવાથી ગરમીના કારણે પરસેવો થવાથી ખીલની સમસ્યા વધી શકે છે. એવામાં ઘરે પહોંચ્યા બાદ માસ્ક ઉતારીને ચહેરાને સાબુ અથવા ફેસવોશથી ધોવાનું ટાળશો નહીં. 

Gujarat