આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યો e-mobility નો આ ગજબ વીડિયોનવી મુંબઇ, તા. 4 જુલાઇ 2022, સોમવાર 

તમે ક્યારેય રસ્તામાં રોડ ક્રોસ કરતા કે ઓફિસે જતા જતા ડાઇનિંગ ટેબલ પર બેસીને શાંતિથી ભોજન માણ્યુ છે? તમને થશે આવુ કેમનું શક્ય બને? ઓફિસ જતા જતા તો કર્મચારી ગાડી ચલાવે કે પછી ભોજન કરે? પણ સોશિયલ મીડિયામાં આજકાલ આ પ્રકારનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં 4 લોકો આરામથી ડાઇનિંગ ટેબલ પર જમી રહ્યા છે.

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો

મહિન્દ્રા અને મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ઘણા એક્ટીવ રહે છે, તેમજ ટેલેન્ટના અને ઘણા બધા વીડિયો શેર કરતા રહે છે. આનંદ મહિન્દ્રાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં 4 લોકો ડાઇનિંગ ટેબલ પર છે, અને આ 4 લોકો જમી રહ્યાં છે. આ એક મુવેબલ ડાઇનિંગ ટેબલ છે. આ ટેબલ પર બેસીને 4 લોકો ફયૂલ રિફિલિંગ સ્ટેશન પર જઇને ફયૂલ રિફીલ કરાવતા જોવા મળી રહ્યાં છે. 

જુઓ વીડિયો 

જે બાદ જમવાનું માણતા માણતા જ આ ટેબલ આગળ વધી જાય છે, આ સાથે આ ટેબલ નીચે એક એન્જીન પણ ફીટ કરાવ્યુ છે. આ અજબ ગજબ વીડિયોને આનંદ મહિન્દ્રાએ શેર કરતા લખ્યુ કે, "આ ઇ મોબેલિટી છે, જેનો મતલબ ખાવાથી છે... " 

મહત્વનું છે કે, દેશમાં ઇ મોબેલિટી પર ઘણુ ફોકસ કરવામાં આવી રહ્યું છે, તમામ વાહન નિર્માતા ઇ મોબેલિટી પર કામ કરી રહ્યાં છે. મહિન્દ્રા પણ ઇલેક્ટ્રીક વાહનો બનાવે છે, અને જલ્દી જ નવી ઇલેકટ્રીક કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેમાંથી પહેલાં એક્સયૂવી 300 નું ઇલેકટ્રીક વર્ઝન લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે હાલ લોન્ચિંગ ડેટને લઇને પણ કોઇ જાણકારી બહાર આવી નથી.

City News

Sports

RECENT NEWS