For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઝારખંડના એક ગામમાં રંગોથી નહીં પરંતુ પથ્થરથી હોળી રમવાની વર્ષો જૂની પરંપરા

Updated: Mar 7th, 2023

Article Content Image

રાંચી, તા. 07 માર્ચ 2023 મંગળવાર

આ વખતે હોળીનો તહેવાર પૂરજોશમાં ઉજવાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં આજે તો અમુક ભાગોમાં બુધવારે 8 માર્ચે હોળી મનાવવામાં આવશે. હોળી સમગ્ર દેશમાં અલગ-અલગ રીતે મનાવવામાં આવે છે. હોળી રમવાની અનોખી રીત જોઈને લોકો દંગ રહી જાય છે. આવી જ એક હોળી આ ગામમાં મનાવવામાં આવે છે. જ્યાં હોળી રંગોથી નહીં પરંતુ પથ્થરોથી રમાય છે.

હોળીના તહેવાર નિમિત્તે થાય છે આ આયોજન

ઝારખંડના લોહરદગા જિલ્લા અંતર્ગત બરહી ચટકપુર ગામમાં હોલિકા દહન સાથે જ સમગ્ર માહોલ હોળીમય થઈ જાય છે. બરહી ચટકપુર ગામમાં વર્ષો જૂની પરંપરા અનુસાર આવી હોળી મનાવવામાં આવે છે. જેની ચર્ચા હવે દૂર-દૂર સુધી થાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ગામના મેદાનમાં દાટેલા એક થાંભલાને ઉખાડવાની રેસ દરમિયાન માટીના પથ્થરનો વરસાદ કરવામાં આવે છે. પરંપરા એ છે કે હોલિકા દહનના દિવસે પૂજા બાદ ગામના પૂજારી મેદાનમાં થાંભલો દાટી દે છે અને આગલા દિવસે આને ઉખાડવાની અને પથ્થર મારવામાં ભાગ લેવા માટે ગામના તમામ લોકો એકઠા થાય છે.

સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ

માન્યતા એ છે કે જે લોકો પથ્થરો દ્વારા પીડા પામીને ડર છોડીને થાંભલો ઉખાડીને આગળ વધે છે તેમને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ લોકો સત્યના માર્ગ પર ચાલનારા માનવામાં આવે છે. ગામના લોકોનું કહેવુ છે કે આ પથ્થર માર હોળીમાં આજ સુધી કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયુ નથી.

Gujarat