For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક વ્યક્તિ જે પોતાના જ વાળ કાપી તેમાંથી કળાનું સર્જન કરે છે

Updated: Mar 26th, 2022

Article Content Image

મનીલા : ફીલીપ્પાઇન્સની રાજધાની મનીલાનો રહેવાસી જેસ્ટોની ગાર્સિયા એક ગજબ કળાનો માલિક છે. વ્યવસાયે મર્ચન્ટ નેવીમાં કામ કરતો ગાર્સિયા નવરાશની પળોમાં અદભૂત પોર્ટરેઈટ પેઇન્ટિંગ બનાવે છે. આ ચિત્રો માત્ર કલાત્મક અને વ્યક્તિની આબેહુબ તસવીર જ નથી પણ તેમાં કોઈ વિશેષતા છે. કમનસીબે નોકરી એવી છે કે તેને બહુ સમય મળતો નથી. પોતાની કળાની અભિવ્યક્તિ માટે તેની પાસે થોડા જ દિવસો હોય છે. 

ગાર્સિયા પોતે જ પોતાના વાળ કાપે છે. તેના માટે ટ્રીમર અને ઇલેક્ટ્રિક ક્લીપરનો ઉપયોગ કરે છે. કપાયેલા વાળ તેની કળા માટેનો કાચો સામાન છે. શિપ ઉપર હોય ત્યારે કળા માટે નથી તેની પાસે હતા કોઈ પેઈન્ટ બ્રશ કે નથી કોઈ કેનવાસ એટલે હવે તેને ઘરે જયારે રજા હોય ત્યારે જ આ જાદુ કરવાનો મોકો મળે છે. 

બત્રીસ વર્ષના ગાર્સિયા પાસે સાધનો નથી એટલે પોતાના વાળનો ઉપયોગ કરી. વાળને જ કલર તરીકે ઉપયોગ કરી તે પેઈન્ટીંગ બનાવે છે. પહેલા તેણે પોતાના ચહેરાથી શરૂઆત કરી હતી હવે તે કલાકારો, સેલેબ્રીટીના પોર્ટરેઈટ બનાવે છે. ક્યારેક મ્યઝિક પર્સનાલિટી તો ક્યારે અભિનેતા!

“મારા માટે આ એક માનસિક શાંતિની પ્રવૃત્તિ છે. મહિનાઓ સુધી દરિયામાં એકલા જીવન ગાળવાનું અને તેના કારણે જે થાક લાગે છે તે દૂર કરવા માટે મને આ રીતે પોર્ટરેઈટ બનાવવા ગમે છે,” એમ ગાર્સિયા કહે છે. 

સામાન્ય રીતે પોર્ટરેઈટ માટે લોકો પેન્સિલ, પેન કે ચારકોલનો ઉપયોગ કરતા હોય છે પણ ગાર્સિયા પોતાના જ વાળનો ઉપયોગ કરે છે. વાળ કાપ્યા પછી તેને કેનવાસ ઉપર ચોટાડી તે પેઈન્ટ કરે છે. 

Gujarat