For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ સિઝનમાં બની રહ્યા છો દુલ્હન તો ચહેરા પર ગ્લો લાવવાની તૈયારી શરૂ કરી દો

- જાણો, તમારા સ્પેશિયલ દિવસે ખાસ ચમક મેળવવા માટે શું ધ્યાન રાખવું જોઇએ

Updated: Nov 30th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 30 નવેમ્બર 2020, સોમવાર 

શું આ લગ્ન સિઝનમાં તમે પણ પોતાના નવા સફરની શરૂઆત કરવા જઇ રહ્યા છો? તો લગ્ન પહેલાં પોતાના ચહેરા પર ગ્લો મેળવવા માટેની તૈયારી શરૂ કરી દો. આજકાલ બ્યૂટી પાર્લરમાં પણ લગ્ન પહેલા જ ફેરનેસ ટ્રીટમેન્ટ શરૂ થઇ જાય છે. પરંતુ ઘરેલૂ ઉપાયથી નેચરલ ગ્લો મેળવવો વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

લગ્નના ખાસ દિવસની તૈયારી કરવામાં સૌથી ખાસ બાબત છે કે આ દરમિયાન તમારે જરા પણ સ્ટ્રેસ ન લેવું જોઇએ. તણાવ લેવાની ખરાબ અસર તમારા ચહેરા અને સ્કિન પર સ્પષ્ટપણે દેખાઇ આવે છે. આ ઉપરાંત આ નાના-નાના ઉપાયને અજમાવીને પણ તમે પોતાના લગ્નના દિવસે વધારે સુંદર દેખાઇ શકો છો. 

1. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 20 થી 30 મિનિટ સુધી વૉક કરવું જરૂરી છે. આમ કરવાથી તમારું તણાવ ઓછું થશે અને બ્લડ સર્ક્યુલેશન વધશે. તેનાથી ત્વચામાં નિખાર આવશે. 

2. આજથી જ બૉડી સોપને ટાટા-બાય બાય કરી દો અને કોઇ માઇલ્ડ બ્યૂટી ફેસવૉશનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. રાત્રે સૂતાં પહેલાં પોતાના ચહેરાને સાફ કરી લો. 

3. રાતના સમય માટે એક એવું મૉઇશ્ચરાઇઝર પસંદ કરો જેમાં એન્ટી-ઑક્સીડેન્ટનો ગુણ હોય. જો તમારું મૉઇશ્ચરાઇઝર વિટામિન એ, સી, ઇ અને બી3 યુક્ત હોય છે તો આ તમારી ત્વચાને પોષણ આપવાનું કામ કરશે. 

4. રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ શક્ય હોય તેટલો ટાળવાનું રાખો. કોઇ પણ પ્રોડ્ક્ટનો ઉપયોગ કરતાં પહેલાં પોતાના ત્વચા રોગ નિષ્ણાંતની સલાહ ચોક્કસપણે લઇ લો. અને ખાસકરીને પૈસા બચાવવાના ચક્કરમાં પ્રોડ્ક્ટની ગુણવત્તા સાથે કૉમ્પ્રોમાઇઝ ન કરશો. 

5. જો તમને ખૂબ જ વધારે પરસેવો થાય છે અને તમારે ધૂળ-ગંદકીમાં કામ કરવાનું છે તો તમારે દરરોજ વાળ ધોવું ખૂબ જ જરૂરી છે. શેમ્પૂ કર્યા બાદ વાળને કન્ડીશનર કરવાનું ન ભૂલશો. આ સાથે જ વાળમાં તેલ લગાવવું પણ તેટલું જ જરૂરી છે. તેનાથી વાળ શુષ્ક અને બેજાન થતાં નથી. 

Gujarat