For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અંજાર કોર્ટે ચેકની બમણી રકમ ચૂકવવા સાથે એક વર્ષની સજા ફટકારી

Updated: Nov 20th, 2022

Article Content Imageગાંધીધામ, તા. ૧૯ 

મેઘપર-બો.માં રહેતા શખ્સે ફાયનાન્સ પેઢી પાસેાથી લીધેલા રૃપિયા અને તેનો વ્યાજ ચૂકવ્યો ન હતો. જેના બદલામાં આપેલો ચેક પણ બેંક માંથી પરત થયો હતો. જે કેસમાં આરોપીને ચેકની બમણી રકમ સાથે એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ મહેતા ફાઇનાન્સના ભાગીદા૨ ફરીયાદી દેવેન્દ્ર જવાહરલાલ મહેતા દ્વારા અંજારની કોર્ટમા અંજાર તાલુકાના મેઘપર-બો.ની નવરત્ન રેસિડેન્સીમાં રહેતા આરોપી હનવતસિંહ ગિરાધારીસિંહ રાઠોડ વિરૃધૃધ ફરીયાદ દાખલ કરી હતી. આરોપીએ ફરિયાદીની ફાયનાન્સ પેઢી માંથી રૃપિયા લીધા બાદ છ મહિના સુાધી વ્યાજ કે મૂડી ન ચુકવતા તેના બદલામાં ચેક આપ્યો હતો. પરંતુ તે ચેક બેંક માંથી પરત ફરતા આરોપીને નોટિસ આપી હતી અને બાદમાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં  અદાલતે ચેકની રકમના દસ ટકા રકમ જમા કરાવવાનો હુકમ કર્યો હતો. છતાં આરોપીએ રકમ જમા કરવી ન હતી. જેાથી કોર્ટે આરોપીનો હક્ક બંઘ કરી આરોપીની રીવીઝન અરજી પણ રદ્દ કરી નાખી હતી. જે કેસ ચાલી જતાં અંજારની જયુ.મેજી.ફસ્ટ ક્લાસ કોર્ટ દ્વારા આરોપી હનવંતસિહ રાઠોડને એક વર્ષની કેદની સજા તાથા ચેકની બમણી ૨કમ ફરીયાદીને ૩૦ દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો.  આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે સામતભાઇ ગઢવી, ગોવિંદભાઇ ગઢવી અને અલ્પેશભાઇ બારોટ દ્વારા દલીલો કરવામાં આવી હતી. 

Gujarat