નિવૃત તાલુકા વિકાસ અધિકારીના પુત્રએ યુવતી પર ફરી ખૂની હુમલો કર્યો

- અંજારની યુવતીએ આઠ વર્ષથી પરેશાન કરતા ધર્મેશ સામે ૧૩ ફરિયાદો કરી છે

- 'મારે તારી સાથે જ લગ્ન કરવા છે' તેમ કહીને પોતાના પર કરેલા કેસો પાછા ખેંચી લેવા મામલે યુવતીનું અપહરણ કરતાં ધરપકડ

 ભુજ,રવિવાર

અંજાર તાલુકાના મોટી નાગલપર ગામના ધર્મેશ ઉર્ફે ધમો રામજીભાઈ ટાંક નામના યુવકે ફરી એક વખત શનિવારે યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. હુમલાનો ભોગ બનનાર યુવતી જયારે ૨૦૧૪માં ૧૭ વર્ષની હતી ત્યારે ધર્મેશે સગીરા સાથે છેડતી, શારિરીક અડપલા કર્યા હોવાથી તેની સામે પોકસો એકટ તળે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ માસ બાદ ફરી ધર્મેશે તે કિશોરી સાથે છેડતી, શારિરીક અડપલા કર્યા હતા. જે તે સમયે ફરિ વખત સગીરાએ તેની વિરૃધૃધ ફરિયાદ નોંધાવી હતી. આ જ શખ્શે શનિવારે યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. 

શનિવારે બપોરે ૩.૩૦ કલાકે યુવતી બંસી વિલામાંથી કામ કરીને ઘરે જતી હતી ત્યારે મેલડી માં ના મંદિર પાસે ધર્મેશ દ્રિ ચક્રિય વાહન લઈને આવ્યો હતો અને અગાઉ કરેલા કેસ પાછા ખેંચી લેવાની ધમકી આપીને છરી વડે તુટી પડયો હતો. જેમાં યુવતીના જમણા હાથની કોણી, કાંડા પાસે, જમણી આંખ અને માથામાં ઈજાઓ પહોંચી હતી. યુવતીને બળજબરીપૂર્વક પોતાની સાથે બેસાડીને મારે તારી સાથે જ લગ્ન કરવા છે, તું મારી સાથે ચાલ એમ કહીને અપહરણ કરીને લઈ જતો હતો. થોડેક આગળ યુવતીની બહેન મળી જતા ધમા એ ગાડી ઉભી રાખીને કેસ કરાવવાવાળી તું જ છો, કહી બંને બહેનોને ફરી માર માર્યો હતો.

બંને બહેનોને માર મારી ઘાયલ કરીને ધમકી આપી કે, હવે કેસ કરતી નહિં, તો તારી માં ને પતાવી દેશું. તું ગમે તેમ કેસ કરીશ તો પણ મને મારા મા બાપ છોડાવી દેશે. તેમ કહીને જતો રહ્યો હતો. બંને બહેનો હાલમાં અંજારની સરકારી હોસ્પીટલમાં સારવાર તળે છે. અંજાર પોલીસે તેની વિરૃધૃધ હત્યાના પ્રયાસ, લગ્ન હેતુ બળજબરીપૂર્વક અપહરણ સહિતની કલમો તળે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે.

ધમો છેલ્લા આઠ વર્ષાથી આ યુવતી પાછળ પડયો છે. તે અંજારના નિવૃત તાલુકા વિકાસ અિધકારી રામજીભાઈ ટાંકનો પુત્ર છે. ભોગ બનનાર ૧૭ વર્ષની સગીરા હતી ત્યારાથી ધમો તેને હેરાન પરેશાન કરે છે. યુવતીને ૧૨/૬/૨૦૧૪માં તેની વિરૃધૃધ જાહેરમાં હુમલો કરી શારિરીક છેડતી અને અડપલા કરી ધાક ધમકી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ થયાના ત્રણ મહિના બાદ ફરી ધમાએ છેડતી કરી હતી. જેમાં પણ છેડતીની ફરિયાદ તળે ગુનો નોંધાયો હતો. ભોગ બનનાર યુવતી ધર્મેશ વિરૃધૃધ ૧૩ જેટલી ફરિયાદ નોંધાવી ચુકી છે. છતા તેના ત્રાસમાંથી મુકિત મળી નાથી. એકવાર તો તે એસીડ લઈને તે યુવતી પર છાંટવા ઘરમાં ઘુસી ગયો હતો. છેલ્લા તેના વિરૃધૃધ છઠ્ઠી ફેબુ્રઆરીએ પણ છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. ધમા સામે વિવિાધ પોલીસ માથકમાં ૨૪ જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં તેની સામે બળાત્કાર, છેડતી, ઘરફોડ, ચોરી, દારૃબંધી, ધાક ધમકી આપવી, મારામારી, અપહરણ સહિતના ગુના નોંધાયેલા છે. અંજાર ઉપરાંત રાજકોટ, આજી, ભુજ, પધૃધર, માંડવી, માનકુવા પોલીસ માથકે ફરિયાદ નોંધાયેલ છે. 

૨૦૧૪માં જામીન પર છુટયાના ત્રીજા દિવસે ઘાતક હુમલો કર્યો હતો. રાજકોટ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ અંજાર પોલીસે પોકસોના ગુનામાં તેની કસ્ટડી મેળવી ધરપકડ કરી હતી. જામીન પર છુટયાના ત્રીજા દિવસે જ તેને ફરિયાદ નોંધાવનાર યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. 

આમ, ૧૪ વર્ષની કિશોરી હતી ત્યારથી અત્યારે ૨૬ વર્ષની થયેલી યુવતીને છેલ્લા આઠ વર્ષાથી ધમા નામની શખ્સની લુખ્ખાગીરીનો ભોગ બનવુ પડી રહ્યુ છે. 

City News

Sports

RECENT NEWS