ગાંધીધામની જૂની બજારના છ શો-રૃમમાં સાગમટે ચોરી

- હેર વીગ પહેરી ઘૂસેલા તસ્કરોએ ધાબા પરના દરવાજા તોડયા

- કાપડ, કપડાં અને જૂત્તાના છ શો-રૃમમાંથી રોકડ અને માલસામાનની ચોરીઃ ૨૦૦થી વધુ દુકાનદારોમાં ફફડાટ

ભુજ, શનિવાર

કચ્છના આિાર્થક પાટનગર ગણાતાં ગાંધીધામની જૂની બજારના છ શો-રુમમાં ચોરીની ઘટનાથી ૨૦૦થી વધુ વેપારીઓમાં રોષ સાથે ફફડાટ પ્રવર્તે છે. એક જ કોમ્પલેક્સમાં બે-ત્રણ દુકાનમાં કામ ચાલતું હોવાથી તેમાંથી ધાબા પર ચડી જઈને બેાથી ત્રણ તસ્કરોએ એક પછી એક છ શો-રુમમાં ઘુસીને રોકડ, કપડાં અને કાપડની ચોરી કરી હતી. એકાદ લાખ જેવી મત્તાની ચોરી થઈ છે પણ તસ્કરો પેાધા પડી જતાં સલામતી મુદ્દે રોષ પ્રવર્તી રહ્યો છે. ગાંધીધામ એ ડીવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આાધારે તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

ભચાઉમાં રહેતા જયેશભાઈ દિનેશભાઈ રાજગોર ગાંધીધામની જુની એટલે કે મેઈન બજારમાં કપડાંની દુકાન ધરાવે છે. જયેશ રાજગોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તા. ૩ના સવારે નવ વાગ્યે દુકાન ખોલી તો ચોરી થયાની જાણ થઈ હતી. દુકાનના ત્રીજા માળે જોતાં દરવાજો ખૂલ્લો હતો. દુકાનના કાઉન્ટરમાંથી રોકડા ૨૨,૦૦૦ રુપિયા ઉપરાંત ૫૦૦૦૦ની કિંમતના પચાસ પેન્ટ મળી કુલ ૭૨,૦૦૦ની મતા ચોરાઈ હતી. આ ઉપરાંત અનિલભાઈ કરશનભાઈ ગઢવીની ટેક્સટાઈલ્સનું વેચાણ કરતી શોપમાંથી રોકડા ૧૮૦૦૦ અને સાડીઓ, ગોપાલભાઈ પરીમાલની શુઝની દુકાનમાંથી ૧૨૦૦ રૃપિયા રોકડા, દિપકભાઈની દુકાનમાંથી ૧૫૦૦ રુપિયા, નરેશભાઈની દુકાનમાંથી ૨૮૦૦ ઉપરાંત સંતોષભાઈની દુકાનમાંથી ૧૦૦૦ રૃ અને જીન્સના પેન્ટની ચોરી થયાની ફરિયાદ ગાંધીધામ એ ડીવિઝન પોલીસમાં નોંધાવાઈ છે. મેઈન બજારની કુલ છ દુકાનોમાંથી રોકડા ૪૬૫૫૦ અને ૫૧૫૦૦ રુપિયાના કાપડ, કપડાં મળી કુલ ૯૮૦૫૦ની માલમતા ચોરી જવાઈ છે.

ગાંધીધામની જુની બજારમાં સામગટે છ દુકાનોમાં ચોરી થતાં ૨૦૦થી વધુ દુકાનોના બજાર વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. વેપારીઓમાં ચર્ચા છે કે, સંકુલની એક-બે દુકાનમાં સમારકામ ચાલી રહ્યું છે. આ દુકાનમાંથી ઘૂસીને તસ્કરો ધાબા ઉપર ગયા હતા. ધાબા પરાથી એક પછી એક છ દુકાનોના તાળાં તોડી તસ્કરોએ ચોરી કરી હતી.

દરમિયાન પોલીસને તસ્કરોના સીસીટીવી મળી આવ્યાં છે. એક દુકાનના સીસીટીવીમાં બે લબરમુછિયા હેર વિગ પહેરીને ત્રીજા માળેાથી દુકાનમાં ઘુસતા જોવા મળી આવ્યાં હતાં. સીસીટીવીના આાધારે ગાંધીધામ એ ડીવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એમ. બરાડિયાએ તસ્કરોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

સૃથાનિક વેપારીઓમાં એ વાતે આક્રોશ છે કે, દોઢ-બે મહીના પહેલાં પણ જુની બજાર વિસ્તારમાં ચોરીની નાની-મોટી ઘટના બની હતી. આ સમયે પણ રજૂઆતો કરાયા પછી સલામતી માટે જરુરી પેટ્રોલિંગ ગોઠવવા સહિતનું આયોજન કરવામાં આવ્યું નહોતું. એક સાથે છ દુકાનમાં ચોરીની ઘટના બનતાં ગાંધીધામ જુની બહાર વેપારી ગણના પ્રમુખ રાજુભાઈ સહિતના વેપારીઓએ રજૂઆત કરવા ઉપરાંત વિાધીવત્ ફરિયાદ નોંધાવી છે.

City News

Sports

RECENT NEWS