For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેરળની જેમ મીયાંવાકી ફોરેસ્ટ પધ્ધતિ હેઠળ નાના કપાયા ખાતે ગાઢ જંગલ ઉભું કરાશે

- ૬૦ ખેડૂતોના બંધ કૂવા અને બોરમાં વરસાદી પાણી ઉતારવાની કામગીરી શરૃ

- અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ યુનિવર્સિટી વચ્ચે સજીવ ખેતી માટે કરાર કરાયા

Updated: Jul 8th, 2021

Article Content Imageભુજ, સોમવાર 

વૃક્ષોના ઉછેર અને જાળવણીના ઉમદા હેતુાથી અદાણી ફાઉન્ડેશને નાના કપાયા ગ્રામ પંચાયત સાથે મળીને મીયાંવકી ફોરેસ્ટ પ્રોજેકટ ગાઢ જંગલ વિકસાવના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.

મીયાંવકી ફોરેસ્ટ પ્રક્રિયાનું નામ જાપાનીઝ બોટનીસ્ટના નામ ઉપરાથી પાડવામાં આવ્યું છે. આ પ્રોજેકટની શરૃઆત સાઈટની પસંદગી કરીને કરવામાં આવે છે. આ પધૃધતિાથી ખૂબ જ ટૂંકા સમયમાં ખૂલ્લી રેતાળ જમીન જંગલનું સ્વરૃપ ધારણ કરે છે. આ પધૃધતિ દ્વારા દેશી છોડને એકબીજાની નજીક ઉગાડવામાં આવતા હોવાથી છોડનો વિકાસ સારી રીતે થાય છે. આ પધૃધતિમાં સૂર્ય પ્રકાશ જમીન સુાધી પહોંચી શકતો નાથી, જમીનમાં ભેજનું યોગ્ય પ્રમાણ લાંબા સમય સુાધી રહી શકતું હોવાથી રોપાઓને પોષક તત્વોની જરૃરિયાત હોય તે તમામ પોષક તત્વો તેમને મળી રહે છે. 

મીયાવાકી પધૃધતિમાં સૃથાનિક પ્રજાતિનાં વૃક્ષોને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં ઝાડીઓ, છોડ, નાનાં વૃક્ષો તાથા મોટાં વૃક્ષોનો સમાવેશ થાય છે. આ પધૃધતિાથી રોપવામાં આવેલ રોપાઓાથી જમીનની ફળદ્રપતામાં વાધારો થવાની સાથે સાથે રોપાઓને પોષક તત્વો મળી રહે છે. આ રોપાઓ ટૂંકા ગાળામાં ગાઢ જંગલનું સ્વરૃપ ધારણ કરી શકે છે અને સૃથાનિક આબોહવામાં ઓક્સીજનનું પ્રમાણ સંતુલિત કરવામાં મદદરૃપ સાબિત થાય છે. આ પધૃધતિ ભારતમાં કેરળ જેવા રાજ્ય કે જ્યાં જંગલોનો નાશ વાધુ પ્રમાણમાં થયો છે ત્યાં વ્યાપક પ્રમાણમાં અપનાવવામાં આવી છે.ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તે માટે જીવામૃત બનાવવા માટે ખેડૂતોને કીટ સપોર્ટ, બાયોગેસ પ્લાન્ટ સપોર્ટ તાથા સજીવ ખેતીને ઉત્તેજન આપવા માટે અદાણી ફાઉન્ડેશન અને કચ્છ યુનિવસટી વચ્ચે પર્યાવરણ દિન પ્રસંગે સમજૂતિના કરાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ખેતીને લાગતું ઝીણવટ ભર્યું સંશોધન અને ખેડૂત મિત્રોમાં આની જાગૃતિ લાવવા ના પ્રયાસો કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન અને કચ્છ યુનિ. નો પર્યાવરણ વિભાગ છેલ્લા લાંબા સમયાથી અમદાવાદ તેમજ અન્ય વિસ્તારની સંસૃથા સાથે સંકલન સાધી ખેતીની જમીનના નમુના ની ચકાસણી કરવા સહીત નું કાર્ય થઇ રહ્યું છે. આ એમઓયુ અંતર્ગત થકી તે નિષ્કર્ષ નીકળશે તેનાથી કચ્છના ખેડૂતોને મોટો ફાયદો થશે. સજીવ ખેતી નું સંશોધન કરવા સાથે આ બાબતે ખેડૂતોને યોગ્ય માહિતી માર્ગદર્શન આપવામાં આવશે, ગ્રીન ઓડીટ ની કામગીરી પણ કરશે. અને આગામી સમયમાં તેનો વ્યાપ વાધારશે.  આ ઉપરાંત ફાઉન્ડેશન નખત્રાણા દ્વારા જીજાય અને ઉગેડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરીને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મુંદ્રા તાલુકા  ફાઉન્ડેશન દ્વારા ચાલતા ઉતૃથાન પ્રોજેક્ટ હેઠળ ૧૭ શાળાઓમાં ચિત્ર સ્પાર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ઝરપરા અને સિરાયાના ૬૦ ખેડૂતોના બંધ પડેલા કૂવાઓ અને બોરમાં વરસાદી પાણી ઉતારવાની કામગીરીની શરૃઆત કરવામાં આવી છે તાથા નવીનાળ અને ઝરપરાનો વાડી વિસ્તાર કે જ્યાં પાણીની તંગી છે ત્યાં વરસાદી પાણીના સંગ્રહ માટે પાણીના ટાંકા બનાવવાની કામગીરી પણ શરૃ કરવામાં આવી છે. 

Gujarat