For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના કાળના મૃતકોના અસ્થિઓનું હરિદ્વાર ખાતે સામુહિક વિસર્જન

Updated: Jun 29th, 2021

Article Content Image

ગાંધીધામ : તાજેતરમાં કોરોનાની બીજી લહેરમાં અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા પરંતુ તેમના પરિવારજનો ગભરાટના માર્યા સ્મશાનમાંથી અસ્થીઓ લેવા પણ આવ્યા નહોતા એવો તો કોરોનો ડર હતો. દરમ્યાન, આદિપુરની એકતા યુવા ગુ્રપ સંસ્થાએ કોરોના કાળના મૃતકોના અસ્થિઓ એકઠા કરી, શાસ્ત્રોક્ત વિધિ કરી તેને હરિદ્વાર ખાતે વિસર્જીત કરવાનું ભગીરથ કાર્ય ઉઠાવી લેતાં ઠેર-ઠેરથી તેને સહકાર મળ્યો હતો. નોન કોરોના મૃત્યુ કેસના અસ્થીઓ શાંતિધામમાં જ રાખી મુકાયા હતા. આજે સવારે ગાંધીધામના ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી શરુ કરાયો હતો. શરુઆતમાં ભાજપના વિવિધ કેડરના હોદેદારોએ પુષ્પાંજલી અર્ણ કરી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ બાદ અસ્થી લઈ જતી વાનને પ્રસ્થાન કરાવાયું હતું. વચ્ચે ઠેર-ઠેર આ કાર્યને સન્માનવામાં આવશે તેમ ભાજપના સુત્રોએ જણાવ્યું હતું.

Gujarat