અંજાર, તા.૨૩
પુર્વ કચ્છના મુખ્ય માથક અંજારના રેલ્વે સ્ટેશનને અપગ્રેડ કરવાની લાંબા સમયાથી ચર્ચાઓ ચાલી રહી છે. જેના પગલે હવે અંજાર રેલવે સ્ટેશનને રૃા. ચાર કરોડના ખર્ચે અપગ્રેડ કરવાની મંજુરી મળતા હવે તમામ કવાયત તેજ કરવામાં આવશે. તો રતનાલ રેલવે સ્ટેશનનો પણ વિકાસ કરવાની યોજના સાકાર કરાશે.
અંજારના રેલ્વે સ્ટેશનને અપગ્રેડ કરવા તેમજ રતનાલ સ્ટેશનને પણ અપગ્રેડ કરવા તાથા ભુજ-દાદર, ભુજ-શાલીમાર, ભુજ-બાન્દ્રા, એ.સી.ટ્રેનને અંજાર સ્ટોપ આપવા, બીજી ટીકીટ બારી ખોલવા, નવું પ્લેટફોર્મ તાથા નવું કવરીંગ શેડ બનાવવા, પીવાના પાણીની વ્યવસૃથા કરવા વગેરે કામો અંગે રાજયમંત્રીએ પત્ર પાઠવ્યો હતો. આ તમામ રજુઆતો અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ રેલ્વે વિભાગને પત્ર લખેલ અને દિલ્હી ખાતે પણ રજુઆતો કરી હતી. આ રજુઆતોના ભાગરૃપે મુંબઈ વેસ્ટર્ન રેલ્વેના ડે.જનરલ મેનેજર રાહુલ જૈને રાજયમંત્રીને પત્ર દ્વારા જાણકારી આપી હતી કે, અંજારના રેલ્વે સ્ટેશનને ૪ કરોડ રૃપીયાના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે જેમાં પ્લેટફોર્મ નં.રમાં હાઈ લેવલના પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવશે, પ્લેટફોર્મ નં.૧ થીરમાં જવા માટે ફુટ ઓવરબ્રિજ (એફ.ઓ.બી.)નું નિર્માણ કરવામાં આવશે, પ્લેટફોર્મ ઉપર કવરીંગ શેડ બનાવવામાં આવશે તાથા અંજાર રેલ્વે સ્ટેશનમાં પીવાના પાણીનો આર.ઓ.પ્લાન્ટ લગાડવામાં આવશે અને તેના ટેન્ડરો પણ ઓનલાઈન કરી આપવામાં આવે છે અને ટુંક સમયમાં આ કામો ચાલુ કરવાનું આયોજન રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવશે. રતનાલ રેલ્વે સ્ટેશનના હયાત પ્લેટફોર્મની ૩પ૦ મીટર સુાધી ઉંચાઈ વાધારવાનું કામ તાથા સ્ટેશનના સુાધારણાનું કાર્ય અમ્બ્રેલા વર્કસ ર૦૧૮-૧૯ અંતર્ગત કામ મંજુર થઈ ગયેલા છે અને તેના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તાથા રતનાલ સ્ટેશન પર રીઝર્વેશન કવોટો માટે અલગાથી જોગવાઈ કરવામાં આવશે.આ અંગે અંજાર ડેવલપમેન્ટ કાઉન્સીલ, અંજાર વિકાસ સમિતિ,તાલુકા શહેર ભાજપ તાથા ચેમ્બર ઓફ કોમર્સે સહિતની સંસૃથાઓએ સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ મંત્રી વાસણ આહીર સમક્ષ રજુઆતો કરી હતી.


