For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લીલા-સુકા ચારાના ભાવ આસમાને દુધાળા પશુઓને ખાણદાણ મુશ્કેલ

- કોરોના કાળમાં માલધારીઓ મુશ્કેલીમાં

- ગૌવંશ, ભેંસો સહિતના ચોપગાને ખાણદાણ આપવું જરૃરી

Updated: Jul 3rd, 2021

Article Content Imageભુજ,શુક્રવાર

છેલ્લા દોઢ વર્ષાથી કોરોનાના કારણે થતા લોકડાઉન, આંશિક લોકડાઉનમાં પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે. માલાધારીઓ પોતાના ગાય, ભેંસ જેવા દુાધાળા પશુઓને જીવાડવા લીલા-સુકો ચારો નાખે છે પરંતુ વર્તમાનમાં તેના ભાવ આસમાને પહોંચી ગયા છે છતાં  પોતાના પશુઓને બચાવવા મોંઘા ભાવના લીલા-સુકા ચારા ખરીદવા પડી રહ્યા છે.

માલાધારીઓ પાસેાથી મળતી વિગતો મુજબ, લીલા જુવારના ૪૦ કિલોના કિલોના રૃા.૧૦૦થી રૃા.૧ર૦, મકાઈનો લીલો ચારો પણ ૪૦ કિલોના રૃા.૧૦૦થી ૧ર૦, ગોવારની ગવાત્રી ૪૦ કિલોના રૃા.રપ૦થી ૩૦૦ તો મગફળીના ૩૦૦, બાજરાનો ડાંડરના ૧૦૦, જુવારના કડબા ૪૦૦, કપાસના ઠાલીયાના ૩૦૦, ઘઉંના પરારના રૃા.૧૦૦થી ૧પ૦, ઈસબગુલના રૃા.૮૦થી  ૧૦૦, ડાંગર ૧૦ કિલોની ગાંસડીના ૧૦૦ રૃપિયા, લીલો ચારો રંજકો ૪૦ કિલોના રૃા.૧ર૦થી ૧૪૦માં માલાધારીઓને ખરીદવો પડે છે. આમ દુાધાળા પશુઓના ખાણ દાણના ભાવ આસમાને પહોંચતા માલાધારીઓની હાલત દયનીય બની છે. એક તરફ પરિવારનું ગુજરાન કેમ ચલાવવું યક્ષ પ્રશ્ન છે તો બીજી તરફ આજીવીકાનું સાધન ગણાતા અને પરિવારના સદસ્યોની જેમ ઉછેરતા ચોપગા પ્રાણીઓને જીવાડવા ઉંચ દામના  ખાણદાણ ખરીદવા પડે છે.

Gujarat