For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છના સરહદી ગામડાઓમાં ડિજિટલ સ્ટુડિયોના માધ્યમથી પહોંચાડાતુ શિક્ષણ

- ધ્રોબાણા સીઆરસી શિક્ષકોનો નવતર પ્રયોગ

- રોજેરોજ અલગ અલગ શાળાના શિક્ષકો દ્વારા જ્ઞાનસેતુના વિડિયો બનાવીને બાળકો સુધી પહોંચાડવાની સરાહનીય પ્રવૃતિ

Updated: Jul 8th, 2021

Article Content Imageભુજ,બુધવાર

છેલ્લા એક  દોઢ વર્ષાથી કોરોના મહામારીના લીધે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ છે. જો કે, શિક્ષકો કહે છે, શાળાઓ બંધ છે, શિક્ષણ નહિં અને એટલે જ શિક્ષકો દ્વારા ઓનલાઈનાથી લઈને શેરી સુાધી શિક્ષણને ધબકતો રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોરોના કાળમાં મોટા ભાગના શિક્ષકોએ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે અન્ય પ્રયાસો પણ હાથ ધર્યા છે જેમાં યુ-ટયુબ ચેનલના માધ્યમાથી પણ બાળકોને પાઠ ભણાવાય છે. પરંતુ, જયાં નેટવર્કના ધાંધીયા હોય, વાલીઓને પોતાના બાળકોની ઓછી ચિંતા હોય તેવા વિસ્તારમાં આ રીતે ઓનલાઈન શિક્ષણના પાઠ ભણાવવા કદાચ શિક્ષકો માટે કઠીન હોઈ શકે આમ છતા તેવા છેવાડાના વિસ્તારમાં પણ શિક્ષકોએ વિદ્યાર્થીઓના ભવિષ્યને બગડવા દીધા નાથી.  ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા ધ્રોબાણા સી.આર.સી.ના શિક્ષકો દ્વારા પણ આવો જ અભિગમ દાખવાયો છે. કોરોના કાળમાં તેઓ દ્વારા પણ જ્ઞાન સેતુના પાઠ ભણાવાઈ રહ્યા છે.

ભુજ તાલુકાના ધ્રોબાણા કલ્સ્ટરની નાના દિનારા-૧ પ્રાથમિક શાળામાં સી.આર.સી.કો.ઓ. ભયરાજસિંહ ગોહિલ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. બન્ની-પચ્છમ વિસ્તારમાં ટી.વી. જોવાનું પ્રમાણ પણ ઓછુ છે. વળી, કોરોના મહામારીના કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પણ બંધ છે. અને હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧થી ૧૦ માટે જ્ઞાન સેતુ બ્રિજકોર્સ સાહિત્ય રાખવામાં આવ્યુ છે જે અંતર્ગત ધ્રોબાણા સીઆરસી દ્વારા નાના દિનારા-૧ પ્રાથમિક શાળામાં ડિજિટલ સ્ટુડીયો બનાવ્યો છે. જેમાં રોજેરોજ અલગ અલગ શાળાના શિક્ષકો દ્વારા જ્ઞાન સેતુના વિડિયો બનાવીને બાળકો સુાધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આ વિડીયો દ્વારા બાળકોને જ્ઞાન સેતુ બ્રીજકોર્સની પ્રવૃતિ આ શિક્ષકો અને સીઆરસી દ્વારા કરવામાં આવી રહી છે. 

આ કાર્યક્રમમાં નાના દિનારા-૧ પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ ભાનુશાલી, ગોહિલ રાણાભાઈ કાંતિભાઈ, રમેશભાઈ, હિરેનભાઈનો સહકાર મળી રહ્યો છે. ઉપરાંત વિવિાધ શાળાના શિક્ષકો પણ તેઓની સેવા આપીને બાળકોને મદદ કરી રહ્યા છે.

આ સમગ્ર પ્રોજેકટનું સંચાલન ધ્રોબાણા સીઆરસી કો.ઓ.ભયરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. યુ-ટયુબ ચેનલ દ્વારા ગુજરાતના મોટા ભાગના બાળકોને ઉપયોગી થવુ એ ઉદ્ેશ સાથે આ કાર્ય કરવામાં આવે છે.

Gujarat