For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધીધામમાં છૂપાયેલો દિલ્હી- હરિયાણાનો શાર્પશૂટર ઝડપાયો

Updated: Jun 11th, 2021

Article Content Imageગાંધીધામ, તા. ૧૦

ગાંધીધામની સૃથાનિક ગુનાશોધક શાખાને બાતમી મળતાં દિલ્હી પોલીસ ટીમ સાથે મળીને ગોલ્ડન પાર્કની પાછળ આવેલા વિસ્તારમાંથી દિલ્હી અને હરીયાણાના કુખ્યાત શાર્પશુટરને ઝડપી લેવામાં આવ્યો હતો. આ આરોપી બન્ને રાજ્યોમાં નોંધાયેલા ૧પ થી વધુ ગુનામાં નાસતો ફરતો હતો અને કુખ્યાત ડોન જીતુ ઉર્ફે ગોગી ગેન્ગનો સભ્ય છે.

આઠ માસથી ૧પ કેસમાં વોન્ટેડ આરોપી મોહિતની વિગતો લઈ આવેલી દિલ્હી પોલીસ સાથે એલસીબીની કાર્યવાહી

પોલીસની યાદી અનુસાર, દિલ્હીથી એક પોલીસ ટુકડી સૃથાનિકે આવી હતી અને એસપી મયુર પાટીલના માર્ગદર્શન બાદ એલસીબી સાથે મળીને તપાસ કરતી હતી દરમ્યાન, એલસીબીને બાતમી મળી હતી કે ગોલ્ડત પાર્કની પાછળના વિસ્તારમાં તેઓ શોધી રહ્યા છે તે આરોપી મોહિત સુરેન્દ્ર જાટ (ઉ.વ.-ર૬) મૂળ રહે. પાણસી, તા. ગન્નોર, જિ. પાણીપત, હરીયાણા હાલે ગાંધીધામ વાળો હાજર છે જેાથી દિલ્હી પોલીસની ટીમના સભ્યોને સાથે રાખી એલસીબીએ રેડ કરતાં આરોપી હાજર મળી આવ્યો હતો. આરોપી વિરુધૃધ દિલ્હી પોલીસમાં અનેક ગુનાઓ હેઠળનો કેસ નોંધાયેલો છે તો હરીયાણા ખાતે પણ તેના નામે ગુનાઓ નોંધાયેલા છે. આરોપી મોહિત જીતુ ઉર્ફે ગોગી ટીમનો સભ્ય છે અને લોંગ રેન્જાથી અન્યોને હણી નાખવામાં સ્નાઈપર ગનર તરીકે કુખ્યાત છે. દિલ્હી પોલીસે ટ્રાન્સફર વોરન્ટ દ્વારા તેનો કબજો લઈ તેને દિલ્હી તરફ લઈ ગઈ હતી, હવે હરીયાણા પોલીસ પણ તેનો કબજો મેળવી લેશે એમ સૃથાનિક પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. કચ્છમાં અગાઉ પણ મુન્દ્રા ખાતેાથી એક બિહારી શખ્સ આ જ રીતે અનેક ગુનામાં સંડોવાયો હોવાની બાતમીના આાધારે ઝડપાયો હતો તો કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી પણ ત્રણાથી ચાર ઈસમો અને ભારતનગરમાંથી પણ એક ગેરેજવાળો આતંકવાદી અગાઉ ઝડપાઈ ચુક્યા છે તે ઉલ્લેખનીય છે. કચ્છને આમ તો પોલીસ વિભાગ કે સરકારી ખાતાઓ સજાનો જિલ્લો માને છે પણ ગુનેગારો માટે કચ્છની વિશાળતા સ્વર્ગ સમાન બની રહી હોવાની હવા ફેલાઈ રહી છે.

Gujarat