પાડોશીના ઘરે ગઈ તે ન ગમ્યું એટલે ગાંધીધામમાં ભાઈએ બહેનની હત્યા કરી

- પિતા મજૂરીએથી ઘરે આવીને જોયું તો દિકરી ભોંય પર ઢળેલી હતી

ભુજ,બુધવાર

ગાંધીધામમાં ત્રણ બહેનોમાં એકના એક ભાઈએ નાની બહેનને લાકડીથી માર મારીને મોતને ઘાટ ઉતારી નાખ્યોનો કરૃણ બનાવ બન્યો છે. ગાંધીધામના જૂની સુંદરપુરીમાં રહેતા મૂળ ઉતરપ્રદેશના વતની એવા ૧૭ વર્ષના સગાભાઈએ ૧૪ વર્ષની નાની બહેનની હત્યા કરી નાખી છે. બહેન પડોશીના ઘરે ગઈ હતી જે ભાઈને ન ગમતા આવા નજીવા કારણોસર હત્યા કરી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

ગાંધીધામના જૂની સુંદરપુરીમાં ઉતરપ્રદેશનો પરિવાર છેલ્લા આઠેક વર્ષાથી રહે છે અને મજુરી કામ કરીને ગુજરાન ચલાવે છે. મુસંદર ઉર્ફે અશોક મારાજ રામે પોલીસને જણાવ્યુ હતુ કે, ગતરોજ સાંજે છ વાગ્યે તે મજુરી કરીને ઘરે આવ્યા ત્યારે તેની દિકરી કવિતા જમીન પર બેહોશ હાલતમાં પડી હતી. થોડીવાર પછી દિકરો ઘરે આવ્યો ત્યારે તેને આ બાબતે પુછયુ તો તેણે જવાબ આપ્યો કે આજે બપોરે તે ઘરે આવ્યો ત્યારે કવિતા પડોશમાં ગઈ હતી. કવિતાને ઘરેાથી બીજા કયાંય પણ ન જવા કહ્યુ હોવા છતા તે પડોશમાં જતા આ મામલે ભાઈ બહેન વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ભાઈએ ઉશ્કેરાહટમાં આવીને બેનને લાકડીથી મુઢ માર મારતા ઈજાના કારણે તે ઢળી પડી હતી. ઘટના બાદ ભાઈ જતો રહ્વો હતો. સાંજે પિતા આવ્યા બાદ તે ઘરે આવ્યો હતો. 

પિતાએ જમાઈ અને પત્નીની મદદાથી દિકરીને સારવાર માટે રામબાગ હોસ્પીટલ લઈ ગયા હતા પરંતુ ફરજ પરના તબીબે કવિતાને મૃત જાહેર કરી હતી. હત્યારો ભાઈ ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ છે. જયારે કવિતા સૌથી નાની છે. આ બનાવ સમયે ભાઈ બહેન સિવાય કોઈ હાજર ન હતુ. માતા મજુરીએ ગઈ હતી. આ બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે હત્યારા ભાઈ વિરૃધૃધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

City News

Sports

RECENT NEWS