For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મંદિરોનાં દ્વાર ખૂલતા જ હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

- કોરોના કાળમાં ૬૧ દિવસ બંધ રહ્યા બાદ

- ચરણસ્પર્શની મનાઈ, માસ્ક, સેનેટાઈઝર્સ, સોશિયલ ડિસ્ટન્સના નિયમો જારી

Updated: Jun 12th, 2021

Article Content Image- મંદિરોમાં સમૂહ પૂજાપાઠ, યજ્ઞા સહિત કાર્યક્રમો હાલ બંધ રહેશે

ભુજ,શુક્રવાર

કોરોના કાળમાં ભગવાનના મંદિરો ૬૧ દિવસ બંધ રહ્યા બાદ આજે ખુલતા જ પ્રાથમ દિવસે જ કચ્છના હજારો ભાવિકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કચ્છના સુપ્રસિધૃધ માતાનામઢ ખાતે માં આશાપુરાના દર્શન કરવા વહેલી સવારે માઈ ભકતો પહોંચી ગયા હતા. મંદિરોના દ્રાર ખુલતા જ આજાથી ધર્મ કાર્યનો ધમાધમાટ જોવા મળશે.  મંદિરમાં એક સાથે મહત્તમ ૫૦ લોકો જ જઈ શકે, ચરણસ્પર્શની મનાઈ, માસ્ક,સેનેટાઈઝર્સ, સોશ્યલ ડિસ્ટન્સના નિયમો જારી કર્યા છે અને મંદિરોમાં સમુહ પૂજાપાઠ,યજ્ઞા સહિત કાર્યક્રમો હાલ બંધ રહેશે.આજે માતાનામઢ, નારાયણ સરોવર-કોટેશ્વર, કાળા ડુંગરે ભગવાન દતાત્રેય સહિત રવેચી સહિતના મંદિરોને  દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

 કોરોનાની બીજી લહેરએ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવતા માઈ ભક્તોની આશાના પ્રતિક સમા લખપતના માતાનામઢ સિૃથત આઈ આશાપુરાનું મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયે કોરોના કાબુમાં આવતા સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરાતા આજાથી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખુલતા સરકારી ગાઈડ લાઈનના ચુસ્ત નિયમો સાથે ભાવિકોએ માના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.પ્રારંભે મઢના જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ બાવાના હસ્તે શાસ્ત્રોકતવિિધાથી વાજતે ગાજતે કોરોનાની ગાઈડ લાઈનને અનુસરીને મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ સમયે ગામના સરપંચ સહિત ગ્રામજનો ઉપસિૃથત રહ્યા હતા. વધુ વિગતો મુજબ માઈભક્તો દર્શનાર્થે આવતા માસ્ક પહેરવું જરૃરી તાથા સામાજીક અંતર જાળવવા ખાસ સુચના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે વર્તમાન પરિસિૃથતિને અનુલક્ષીને અન્નક્ષેત્ર  અને અતિિથગૃહ બંધ રાખવામાં આવ્યા છે. જો કે પરિસિૃથતિ સુાધરશે તો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લઈ પુનઃ શરૃ કરાશે. બે માસ બાદ મા આશાપુરાના દર્શન કરતા ભાવિકોએ ધન્યતા અનુભવી હવે વિશ્વને કોરોનામાંથી મુક્ત કરવા પ્રાર્થના કરવામાં આવી હતી. મંદિરસ ખુલતા જ મંદિર આસપાસ ફોટોગ્રાફર, શંખાથી માંડીને ફૂલહાર ,પ્રસાદ સહિત અનેકવિાધ ચીજવસ્તુ વેચતા ફેરિયાઓ,નાના ધંધાર્થીઓના ચહેરા પર પણ રોનક આવી હતી.

Gujarat