કચ્છમાં ૭.૯૦ લાખ મહિલા મતદારો ઉમેદવારો માટે નિર્ણાયક સાબિત થશે

- ઉમેદવારની પસંદગીમાં ૫૦ ટકા મહિલા અનામતની વાતો ભૂલાઈ

- કુલ મતદારોના ૪૯ ટકાનો હિસ્સો હોવા છતા ગાંધીધામને બાદ કરતા મહિલા ઉમેદવારને પક્ષોએ ટિકિટ ન આપી

ભુજ,શુક્રવાર

કચ્છ જિલ્લાની વિાધાનસભાની કુલ ૬ બેઠકો માંથી ગાંધીધામ અનુ.જાતિ અનામત સીટને બાદ કરતા અન્ય ચાર બેઠકો પર એક પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નાથી. સરકાર ભલે ૫૦ ટકા મહિલા અનામતની વાતો કરતી હોય પરંતુ ચૂંટણી ટાંકણે મહિલા દાવેદારોને મોવડી મંડળ દ્વારા નજર અંદાજ કરાય છે. વાત કરીએ કચ્છના મહિલા મતદારોની તો  વિાધાનસભા મતક્ષેત્રની ૬ બેઠક ઉપર ૭,૯૦,૧૭૪ મહિલા મતદારો નોંધાયેલા છે.

કચ્છની આ છ બેઠકો પર ભાજપ-કોંગ્રેસમાં મહિલા દાવેદારોએ પણ ટિકિટની માંગ કરી હતી જો કે, તેમને તક આપવામાં આવી નાથી. માત્ર ગાંધીધામ બેઠકને બાદ કરતા.  સૃથાનિક સ્વરાજ્યની સંસૃથાઓ, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં પ૦ ટકા મહિલા અનામતનો સંપૂર્ણપણે અમલ થતો હોય છે પરંતુ જ્યારે વિાધાનસભા અને લોકસભા બેઠકની વાત આવે ત્યારે રાજકીય પક્ષો બધું ભૂલી જતા હોય છે. આજે પણ રાજકીય પક્ષોમાં મોટાભાગે મહિલા કાર્યકરોની સક્રીય ભૂમિકાની સાથે જવલ્લે જ મહિલા કાર્યકરો પક્ષપલ્ટો કરતી હોય તેવું સાંભળવા મળતું હોય છે છતાં ક્યાંક ને ક્યાંક વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓને ટીકીટ ફાળવણીમાં અન્યાયની લાગણી જોવા મળતી હોય છે.  કચ્છમાં કોંગ્રેસે પણ મહિલા ઉમેદવારને ટીકીટ આપી નાથી.

જ્યારે આમઆદમી પાર્ટી મહિલાઓના ઉતૃથાનની વાતોની સાથે ટીકીટ આપશે તે વાત પણ ખોટી ઠરી છે. કચ્છની ૬ વિાધાનસભા મત વિસ્તારમાં ૭.૯૦  લાખ મહિલા મતદારો નોંધાયા છે જે કુલ મતદારોના ૪૯ ટકાનો હિસ્સો હોવા છતાં ફરી એકવાર મહિલાઓ ઉપર મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવાર બનાવી જીતવાનો ભરોસો રાખ્યો નથી.

City News

Sports

RECENT NEWS