For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અંજાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પાસેથી ૧૮ લાખ રોકડા મળ્યા

- જે તે વખતે કોંગ્રેસ સાથે જોડાયેલા વૃધ્ધ આગેવાન સકંજામાં

- પરવાનાવાળું હથિયાર જમા ન કરાવતા તપાસ અર્થે ગયેલી ટીમ સાથે બોલાચાલી કરી, રોકડ રકમ હોવાની શંકાથી તલાશી લીધી

Updated: Nov 20th, 2022

Article Content Imageગાંધીધામ, તા. ૧૯ 

વિાધાનસભાની ચૂંટણી જાહેર થતાં રોકડ રકમની હેરફેર જેવી બાબતો પર સકંજો કસવામાં આવ્યો છે, તેવામાં ગાંધીધામ વિસ્તારમાં જીએસટી, આઈ.ટી., એટીએસ અને સીબીઆઈની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાથી ગાંધીધામ વિસ્તાર ગુંજી ઉઠયો છે. ત્યારે ચૂંટણી સંદર્ભે હિાથયાર જમા કરાવવાનો આદેશ હોવા છતાં હિાથયાર જમા કરાવવામાં ન આવતા રેન્જ આઈ.જી.ની ટીમને આદિપુરમાં રહેતા વૃદ્ધ આગેવાનના ઘરે તપાસ આૃર્થે  જવાનું થયું હતું, જ્યાં વૃદ્ધ આગેવાન અને પોલીસ વચ્ચે બોલાચાલી બાદ મોટા પ્રમાણમાં રોકડ રકમ હોવાની શંકા ઉત્પન્ન થતા ચૂંટણી સંદર્ભે નાણાકીય હેરફેરને રોકવા માટે બનાવવામાં આવેલી ફ્લાઈંગ સ્કોડને આ બાબતની જાણકારી આપવામાં આવતા એફ.એસ.ટી. દ્વારા રોકડા મળેલા રૃ. ૧૮,૦૧,૫૦૦ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ બાબતે સંબંધત વિભાગના સુત્રો તરફાથી મળતી માહિતી મુજબ રેંજ આઈ.જી.ની ટીમ આદિપુરના ૫/એમાં રહેતા અને જે તે સમયે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા અને અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચુકેલા અંદાજિત ૮૦ વર્ષીય શંભુભાઈ માદેવાભાઈ આહીરના ઘરે પરવાના વાળો હિાથયાર જમા ન થતાં રેન્જ આઈ.જી.ની ટીમ તપાસ માટે ગઈ હતી. પરંતુ તપાસ માટે ગયેલી ટીમ સાથે બોલાચાલી થતા સૃથાનિક પોલીસની ટીમ પણ બોલાવવામાં આવી હતી અને બાદમાં મામલો શાંત પાડયો હતો. પરંતુ આ વેળાએ તપાસમાં આવેલી ટીમને વૃદ્ધ આગેવાન પાસે મોટા પ્રમાણમાં રોકડ હોવાની શંકા જતાં ચૂંટણી ફ્લાઈંગ સ્કોડને આ બાબતની જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક શંભુભાઈના ઘરે પહોંચી ગઈ હતી અને તપાસ કરતા તેમના પાસેાથી રૃ. ૧૮,૦૧,૫૦૦ રોકડા મળી આવ્યા હતા. જેાથી ટીમ દ્વારા આ રકમ કબજે કરી ચૂંટણી સમયે નાણાકીય વહીવટ પર દેખરેખ રાખવા નોડલ ઓફિસર અને જિલ્લાના ડીડીઓને આ બાબતની જાણ કરી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે કોંગ્રેસ સાથે જોડાયેલા આ વૃદ્ધ આગેવાનના પરિવારના સભ્યો હાલે ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ શ્રીમંત પરિવાર હોવાથી રોકડા મળેલા રૃપિયાનો હિસાબ પણ રજુ કરી દેવામાં આવશે તેવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Gujarat