For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધીધામ-અંજારમાં દેશીદારૃમાં વપરાતો ૧૬.૫૩ લાખનો અખાદ્ય ગોળ ઝડપાયો

- પૂર્વ કચ્છમાં સપાટો એક સાથે ૪ દરોડાઓ પડયા

- ચાર સ્થળોએથી ૫૬,૮૯૦ કિલો ગોળ મળી આવ્યો, તપાસ માટે સેમ્પલ એફએસએલમાં મૂકાયા

Updated: Nov 19th, 2022

Article Content Imageગાંધીધામ, તા. ૧૮ 

ગાંધીધામ અને અંજારમાં એસ.ઓ.જી.એ સપાટો બોલાવીને અલગ અલગ સૃથળોએાથી ૫૬,૮૯૦ કિલો અખાદ્ય ગોળનો જથૃથો ઝડપી પાડયો હતો. એક રાત વચ્ચે કરવામાં આવેલી કાર્યવાહીમાં રૃ. ૧૬.૫૩ લાખનો દેશીદારૃમાં વપરાતો સડી ગયેલો અખાદ્ય ગોળ ઝડપી લેવામાં આવતા ફફડાટ ફેલાયો હતો. 

આ અંગે પૂર્વ કચ્છ એસ.ઓ.જી. દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યા મુજબ પોલીસને બાતમી મળી હતી કે, ગાંધીધામના વોર્ડ નં.૧૨/બીમાં ખન્ના માર્કેટ ખાતે આવેલી હિતેશ ટ્રેડિંગ નામની પેઢીના ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથૃથો રાખેલો છે, જે ગોળ દેશીદારૃના ધંધાર્થીઓ દારૃ બનાવવા માટે લઈ જાય છે. જેાથી પોલીસે ગોડાઉન પર દરોડો પાડયો હતો. જે દરમિયાન ગોડાઉનના કબજેદાર/માલિક ઉમેશભાઈ નાનજીભાઈ દામા હાજર મળી આવતા તેને સાથે રાખીને તપાસ કરતા રૃ. ૨,૧૪,૫૦૦નો કુલ ૭૧૫૦ કિલો અખાદ્ય ગોળનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તો બીજો દરોડો ખન્ના માર્કેટમાં જલદેવ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં પાડવામાં આવ્યો હતો. ગોડાઉનના માલિક ચિંતન નટવરભાઈ ભદ્રાને સાથે રાખી ગોડાઉનમાં રહેલા અખાદ્ય ગોળની ગણતરી કરતા કુલ ૧૫,૫૩૦ કિલો અખાદ્ય ગોળ હાજર મળ્યો હતો. જેની કિંમત ૪,૬૫,૯૦૦ આંકવામાં આવી છે. જ્યારે ત્રીજો દરોડો ખન્ના માર્કેટમાં જ શક્તિ ટ્રેડર્સ ગોડાઉનમાં શોપ નં.૦૫ મા પાડવામાં આવ્યો હતો. જ્યાં ગોડાઉનના માલિક હિતેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલાને સાથે રાખી તપાસ કરતા ગોડાઉન માંથી ૭,૭૯૦ કિલો અખાદ્ય ગોળ કિંમત રૃા. ૨,૩૩,૭૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. 

પૂર્વ કચ્છ એસ.ઓ.જી. દ્વારા ચોથો દરોડો અંજાર ખાતે પાડવામાં આવ્યો હતો. જ્યાં  વરસામેડી ઓક્ટ્રોય નાકા પાસે આવેલા ગોડાઉન પૈકી સામજીભાઈ ગોવિંદભાઈ ઝરૃના ગોડાઉનમાં દરોડો પાડયો હતો. 

જે ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથૃથો મળી આવ્યો હતો. આ સૃથળેાથી કુલ ૨૬,૪૨૦ કિલો અખાદ્ય ગોળ કિંમત રૃા.૭,૩૯,૭૬૦નો મુદ્દામાલ મળી આવ્યો છે. તેમજ ઈલેક્ટ્રીક વજન કાંટો પણ કબજે કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ કબજે કરી અંજાર પોલીસમાં જાણવા જોગ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસે દ્વારા એક જ રાત્રી વચ્ચે કાર્યવાહી કરી ચાર સૃથળોએાથી ઝડપેલા અખાદ્ય ગોળના જથૃથાના સેમ્પલ લઈ FSL ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.

Gujarat