અંગત વીડિયો વાયરલ કરવાની ધમકીએ વિદ્યાર્થિનીનો જીવ લીધો


- વસો કૃષિ કોલેજ આત્મહત્યા કેસ : 4 મહિને ભેદ ઉકેલાયો

- દર 5 કલાકે મારા ખાતામાં એક હજાર રૂપિયા જમા કરાવાની માંગણી મહેસાણા જિલ્લાના ખતોડાનો યુવક કરતો હતો

નડિયાદ : કોલેજમાં અભ્યાસ કરતી ઉચ્ચ જ્ઞાતિની ભોળી ભાળી દીકરીઓને પ્રેમના નામે ફસાવી તેણીના અંગત સંબંધોના વિડિયો ફોટો વાયરલ કરવાની ધમકી આપી કેટલાક અભ્યાસ કરતા યુવાનો વારંવાર પૈસાની માંગણી કરતા હોય છે. સમાજમાં માતા- પિતાના આબરૂના ડરે દીકરીઓએ આત્મહત્યા કરવાનો વારો છે. આવો જ ચકચારી બનાવ વસો પીજ રોડ પર આવેલી કોલેજ ઓફ એગ્રીકલ્ચરની હોસ્ટેલમાં બન્યો હતો. 

કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને મહેસાણા જિલ્લાના ખતોડા ગામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી અંગત પળોના વિડિયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર પૈસાની માંગણી કરતા યુવતીએ હોસ્ટેલની રૂમમાં બારીએ દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ સંદર્ભે યુવતીના પિતાની ફરિયાદના આધારે વસો પોલીસે આ નરાધમ ઈસમ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાયડ તાલુકાના જંત્રાલ કંપા ખાતે રહેતા પરિવારના બે સંતાન વસો ખાતે આવેલ કૃષિ યુનિવસટીમાં અભ્યાસ કરતા હતા અને તેઓ કૃષિ યુનિવસટીની હોસ્ટેલમાં રહેતા હતા. દરમિયાન તા.૧૧ મે ૨૦૨૨ ના રોજ વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં રૂમની બારીએ દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો.આ સંદર્ભે વોસો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વિદ્યાર્થીનીનું લેપટોપ તથા મોબાઇલ ફોન કબ્જે કરી એફ.એસ.એલ. માટે મોકલી આપ્યા હતા.

દરમિયાન  વિદ્યાર્થીનીના પિતાને જણાવેલું કે કોલેજમાં વિદ્યાર્થીની સાથે આગળના વર્ષમાં અભ્યાસ કરતો વિરેન્દ્રકુમાર ભરતભાઈ ચૌધરી (રહે, વડનગર જિ.મહેસાણા) નામનો છોકરો મેઘાનો ખાસ મિત્ર હતો. તે મેઘા સાથે રૂબરૂમાં તેમજ મોબાઇલ ફોનથી વાતચીત કરતો હતો. તા.૫ મે ના રોજ વિરેન્દ્રનો વિદ્યાર્થીનીના ભાઇ  પર મેસેજ આવેલ હતો કે, તું તારી બેનને પૂછી જો કે ચૌધરી કોણ છે. જેથી વિદ્યાર્થીની સાથે વાતચીત કરતા કઈ જણાવ્યું ન હતું. વેકેશનમાં ઘરે ગયા ત્યારે વિદ્યાર્થીનીનો ફોન જોતા વિરેન્દ્રનો મેસેજ જોયો હતો. તું ક્યાં છે? મારે તને મળવું છે? જલ્દી ફોન કર તેવા મેસેજો હતા. આ બાબતે ભાઇએ વિદ્યાર્થીનીને પૂછતાં તેણે જણાવેલ કે, મારી સગાઈ  થયેલી તે પહેલાં મારે વિરેન્દ્ર સાથે પ્રેમ સંબંધ હતો.

 પરંતુ મારી સગાઈ થયા બાદ વિરેન્દ્રને પ્રેમ સંબંધ નહીં રાખવા જણાવ્યું હતું. પરંતુ વિરેન્દ્ર પાસે  બંનેના પ્રેમ સંબંધના અંગત ફોટા તેમજ વિડીયો હોવાથી હું ડરું છું. અને તે માનસિક રીતે ટોર્ચર કરે છે. જેથી ભાએ બહેનને પોતાના મમ્મી પપ્પાને વાત કરવાનું જણાવતા તેણે કહેલ કે, હું પતાવી દઈશ. દરમિયાન વિરેન્દ્ર વિદ્યાર્થીની પાસે વારંવાર નાણાની માંગણી કરતો હતો અને પૈસા ન આપે તો ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. જેથી વિદ્યાર્થીનીએ એક વખત ૧૫૦૦, ૨૫૦૦, રૂપિયાની વ્યવસ્થા કરી વિરેન્દ્રને આપ્યા હતા.

 તે વારંવાર બ્લેકમેલ કરી કહેલું કે દર પાંચ કલાકે મારા ખાતામાં રૂ.૧ હજાર નહીં આવે તો ફોટો- વિડિયો વાયરલ કરી દઈશ અને મેસેજ કરી બધું જણાવી દઈશ. આથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થીનીએ તા.૧૧ મે ના રોજ પોતાની હોસ્ટેલ રૂમમાં બારીએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો.

આ બનાવ સંદર્ભે ફરિયાદના આધારે વસો પોલીસે વિરેન્દ્ર ચૌધરી વિરુદ્ધ ઈપીકો કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS