આરોપી દસક્રોઇના ગામડી ગામે સંતાયો હતો, પોલીસે બાતમીના આધારે ઝડપ્યો


- મહેમદાવાદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો

- આરોપી દસક્રોઇના ગામડી ગામે સંતાયો હતો, પોલીસે બાતમીના આધારે ઝડપ્યો

નડિયાદ: મહેમદાવાદ પોલીસ મથકે અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હલદરવાસ ના પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસે દસકોઈ તાલુકાના ગામડી ખાતેથી ભોગ બનનાર યુવતી સાથે ઝડપી પાડયો હતો. પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ માટે મહેમદાવાદ પોલીસ મથકે સોંપ્યા હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ પેરોલ ફ્લો સ્કવોર્ડના પોસઈ એસ.વી.ગોસ્વામી, હે.કો. રાકેશ કુમાર, મહેન્દ્રસિંહ તથા સ્ટાફના જવાનો મહેમદાવાદ પો સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. 

દરમિયાન પોલીસને બાતમી મળેલ કે મહેમદાવાદ પોલીસ મથકે બે વર્ષ અગાઉ નોંધાયેલા ગુનાનો નાસતો ફરતો આરોપી ફુલાભાઈ સોમાભાઈ સોઢા પરમાર (રહે, હલધરવાસ તા.મહેમદાવાદ) તથા ભોગ બનનાર યુવતી સાથે દસકોઈ તાલુકાના ગામડી ખાતે રહે છે. જે બાતમી આધારે નડિયાદ પેરોલ ફ્લો સ્કર્વોડના જવાનોએ દરોડો પાડી બંનેને ઝડપી પાડયા હતા.

City News

Sports

RECENT NEWS