For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો : બાલાસિનોરમાં 12 કેસ

- આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5307 દર્દીઓ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા છે

Updated: May 16th, 2021

Article Content Image

બાલાસિનોર : મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૬ સ્ત્રી, ૬ પુરૂષ, કડાણા તાલુકાના ૪ પુરૂષ, ખાનપુર તાલુકાની ૨ સ્ત્રી, ૩ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૧૫ સ્ત્રી, ૧૫ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૯ સ્ત્રી, ૧૧ પુરૂષ અને વિરપુર તાલુકાની ૨ સ્ત્રી અને ૩ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

કડાણા તાલુકામાં ૪, ખાનપુર તાલુકામાં ૫, લુણાવાડા તાલુકામાં ૩૦, સંતરામપુર તાલુકામાં ૨૦ અને વિરપુર તાલુકામાં ૫ કેસ

આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૧૬-૦૫-૨૦૨૧ના સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં ૬૭૩૨ કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજે જિલ્લામાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની ૧૮ સ્ત્રી, ૧૯ પુરૂષ, કડાણા તાલુકાની ૧૧ સ્ત્રી, ૨૧ પુરૂષ, ખાનપુર તાલુકાની ૧૪ સ્ત્રી, ૧૫ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૧૮ સ્ત્રી, ૨૮ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૨૪ સ્ત્રી, ૨૨ પુરૂષ અને વિરપુર તાલુકાની ૭ સ્ત્રી, ૧૩ પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને રજા આપવામાં આવી છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨૨ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી ૫૧ દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૭૩ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ૨૨૩૪૮૬ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૫૭૮ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રઙીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૩ દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ- લુણાવાડા, ૮૯૫ દર્દી હોમ આઈસોલેશન, ૫૨ દર્દી એસ.ડી.એચ. સંતરામપુર, ૮૮ દર્દી અન્ય જિલ્લા ખાતે અને ૨૮૪ દર્દી પ્રાઈવેટ હોસ્પિટલ મહીસાગર ખાતે સારવાર હેઠળ છે.

કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૧૧૩૯ દર્દીઓ સ્ટેબલ, ૧૯૯ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૪ વેન્ટીલેટર પર છે.

Gujarat