બાલાસિનોર બોડેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બહિષ્કાર સંદર્ભે તંત્ર દોડતું થયું
- જમિયતપૂરા વેસ્ટ કેમિકલ પ્લાન્ટાનો વિરોધ
- સાઈટ બંધ કરાવવાની માંગણી સામે વહિવટી તંત્રએ બેઠકમાં પ્રાંત અધિકારી સાથે મિટિંગની હૈયાધારણા આપી
બાલાસિનોર તાલુકામાં બોડોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં જમિયતપુરાની સીમમાં મેસર્સ મોર્યા એન્વારો પ્રોજેક્ટ હેઠળ વેસ્ટ કેમિકલ ડમ્પ કરવા માટેની સાઇટ ૮ વર્ષ પહેલા કાર્યરત કરવામાં આવી છે. ત્યારે આસપાસના વિસ્તારમાં ભૂગર્ભમાં પાણી લાલ થયાની અનેક ફરિયાદો લોકો દ્વારા ઉઠવા પણ પામી છે. ત્યારે અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હોવા છતાં પારદર્શક પરિણામ ન મળતા ગ્રામજનો દ્વારા લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે સંદર્ભે બાલાસિનોર મામલતદારની અધ્યક્ષતામાં આજરોજ તાલુકા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સહિત સ્થાનિક અધિકારીઓ દ્વારા ગ્રામજનો અને સરપંચનેસમજૂતી માટેની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં ગ્રામજનોએ માંગણી કરી હતી કે, જીપીસીબીએ લીધેલા સેમ્પલનો રિપોર્ટ ત્વરિત આવે અને ક્ષતિ જણાય તો તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઈડ બંધ કરાય. ત્યારે વહીવટી વિભાગ દ્વારા આગામી ટૂંક સમયમાં પ્રાંત અધિકારી સાથેની મીટીંગ યોજવાની હૈયાધારણા આપી હતી.