ખેડા જિલ્લાના તમામ તાલુકામાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ
- શનિવાર રાતથી ખાબકેલા મેઘરાજાની તોફાની બેટિંગ
- મહુધામાં સૌથી વધુ ૭૨ મીમી, કઠલાલમાં ૫૯ મીમી, કપડવંજમાં ૪૯ મીમી, ઠાસરા-નડિયાદમાં ૩૭ મીમી
નડિયાદ, તા. 23 ઓગષ્ટ 2020, રવિવાર
ખેડા જીલ્લામાં ગઇકાલ થી શરૂથયેલા વરસાદે રાતે તોફાની બેટીંગ કરી હતી.જીલ્લાના દશેય તાલુકાઓમાં ચોવીસ કલાકમાં ૧૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જીલ્લામાં શુક્રવાર થી સતત વરસી રહેલા વરસાદે ક્યાંક તારાજી સર્જી છે. નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં અને નડિયાદ શહેરના મુખ્ય ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા.
નડિયાદ શહેરમાં શનિવાર સવારથી શરૂ થયેલ વરસાદ રવિવાર બપોર સુધી વરસ્યો હતો.છેલ્લા બે દિવસથી અવિરત વરસતા વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે.
નડિયાદ શહેરના વૈશાલી, માઈ મંદિર, શ્રેયસ અને ખોડીયાર ગરનાળામાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.જો કે પાલિકા દ્વારા ગરનાળામાંથી પાણી ઉલેચવા માટની સગવડ કરાઈ હતી જેથી ધીમી ધારે વરસતા વરસાદના કારણે પાણી કાઢવામાં મહંદ અંશે પાલિકા ટીમને સફળતા મળી હતી.આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગે જેવા કે મીલરોડ,શેરકંઠ તળાવ રોડ,મરીડા ભાગોળ,મરીડા દરવાની અંદર મલારપુરા,સ્પોર્ટેસ કોમ્પલેક્ષ રોડ પર વરસાદી પાણી જોવા મળ્યા હતા.
આ ઉપરાંત ખેડા જિલ્લાના તાલુકા મથકો મહેમદાવાદ, કઠલાલ, ઠાસરા , સેવાલિયા અને ખેડા શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.
ધીમી ધારે શરૂ થયેલ વરસાદ ક્યારે રોદ્ર સ્વરૂપે તો કોઇ વાર સામાન્ય રીતે પડયો હતો.
આ વરસાદી માહોલ સર્જાતો જિલ્લાના અનેક માર્ગો જર્જીત બન્યા છે.
આ ઉપરાંત જિલ્લાના મુખ્ય માર્ગોને જોડતા રસ્તાઓ જર્જીત બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
જેના કારણે ક્યારે અકસ્માત સર્જાવી ભીતી વાહન ચાલકોને રહ્યા કરે છે.
જ્યારે નડિયાદ થી મહેમદાવાદ તરફ જતા ફોરલેન માર્ગેનુ નિર્માણ થઇ રહ્યુ છે.જો કે રોડ કોન્ટ્રાકટર દ્વારા રોડ વચ્ચે આવતા વૃક્ષોને હટાવવામાં આવ્યા નથી.જેથી માર્ગે પરથી પસાર થતા વાહન ચાલકોને વૃક્ષો ઘરાસાઇ થવાનો ભય રહ્યા કરે છે.