જૂનાગઢ જિલ્લાના 5 મોટા ડેમના દરવાજા ખોલાયાં

- જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ધોધમાર વરસાદ


જૂનાગઢ, તા. 08 જુલાઈ 2020 બુધવાર

જૂનાગઢ પંથકમાં મેઘરાજા મહેરબાન થતાં જિલ્લાના 5 મોટા ડેમના દરવાજા ખોલાયાં છે. જેમાં બાટવા ખારો, ઓઝત શાપુર, ઓઝત વંથલી, સાબલી ડેમ, રાવલ ડેમ અને આણંદપુર ડેમના દરવાજા ખોલાયાં છે. હાલ સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. 

ત્યારે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના પગલે જિલ્લાના 5 મોટો ડેમના દરવાજા ખોલાયાં છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ભારે વરસાદના પગલે ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા 34 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે મુળીયાસર સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાયા છે. તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. જેના કારણે લોકોના હાલ બેહાલ થયા છે.

જૂનાગઢ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. માણાવદરમાં મુશળધાર 5.5 ઇંચ વરસાદ થયો છે.વંથલીમાં 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જૂનાગઢ શહેરમાં 2 ઇંચ અને મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે.

City News

Sports

RECENT NEWS