Get The App

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે: જેલમાંથી બે મોબાઇલ ફોન અને એક ચાર્જર મળી આવતાં દોડધામ

Updated: Oct 30th, 2021

GS TEAM

Google News
Google News
જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે: જેલમાંથી બે મોબાઇલ ફોન અને એક ચાર્જર મળી આવતાં દોડધામ 1 - image


- જેલના સુપ્રિટેન્ડન્ટ અને તેમની ટીમ દ્વારા કરાયેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મોબાઈલ સહિતની સામગ્રી મળી આવી

જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર 

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચામાં આવી છે, અને જેલના યાર્ડ નંબર 4 ના જુદાજુદા બે બેરેકમાં સ્થાનિક જેલ તંત્રની તપાસણી દરમિયાન બે મોબાઇલ ફોન તથા એક ચાર્જર સહિતની સામગ્રી મળી આવતાં કબજે કરી લેવામાં આવી છે, અને પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર ઘૂસાડવાના મામલે અજાણ્યા કેદી તથા તેના મળતિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે જેલના સુપ્રિટેન્ડન્ટ પી.એચ.જાડેજાની રાહબરી હેઠળ જિલ્લા જેલના નિરૂભા ઝાલા સહિતની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું, અને જેલની જુદીજુદી બેરેકોમાં તપાસણી કરવામાં આવી હતી.

 જે તપાસણી દરમિયાન જેલ યાર્ડના યાર્ડ નંબર 4 ના બેરેક નંબર 4 માંથી એક મોબાઇલ ફોન તેમજ બેરેક નંબર પાંચ માંથી એક મોબાઇલ ફોન અને એક ચાર્જર મળી આવ્યા હતા. જેમાં એક મોબાઇલ ફોનમાં સીમકાર્ડ પણ ભરાવેલું હતું.

જે પ્રતિબંધિત વસ્તુઓ ગણીને કબજે કરી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે જિલ્લા જેલના નિરૂભા ખુમાનસિંહ ઝાલા દ્વારા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા જેલના કેદી તેમજ તેના કોઈ પણ મળતીયાઓ સામે આઇપીસી કલમ 188 તેમજ પ્રિઝન એક્ટની કલમ 42, 43, 45, ની પેટા કલમ 12 મુજબ ગુનો નોંધ્યો છે.

જિલ્લા જેલની યાર્ડમાં 4 નંબર અને 5 નંબરની બેરેકમાં ચાર કેદીઓને રાખવામાં આવ્યા છે. જે કેદીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, ઉપરાંત એક મોબાઇલ ફોનમાં સીમકાર્ડ ભરાવેલું છે, જેના આધારે ઉપરાંત એક મોબાઇલ ફોનના આઈ.ઇ.એમ.આઈ. નંબરના આધારે સીડીઆર કઢાવી જેલમાં મોબાઇલ કોણ ઘુસાડી ગયું છે, અથવા તો કોની કોની સાથે વાત થઈ છે, તેના આધારે આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Tags :