જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત સાત પત્તા પ્રેમીઓ પકડાયા

જામનગર,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા વિસ્તારના પોલીસે જૂગાર અંગે દરોડો પાડ્યો હતો, અને બે મહિલા સહિત ૭ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈ રાત્રે સુભાષ શેરી નંબર ૨ ના છેડે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી નીતાબેન ભીખુભાઈ કિલાણીયા, બીલકીસબેન મહેબુબભાઇ દરજાદા ઉપરાંત જીતેન્દ્ર રમેશભાઈ સિહોરા, મોહનલાલ રાજપાલ, આફ્રિદી મહેબુબભાઇ દરજાદા સહિત સાત લોકોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૫,૫૬૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

City News

Sports

RECENT NEWS