For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધ્રોલ પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મનાં કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો આદેશ

Updated: Mar 19th, 2023


જામનગર, તા. 19 માર્ચ 2023 રવિવાર

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક સગીરા ઉપર બે વખત બળજબરીથી દુષ્કર્મ ગુજારીને તેણીને ગર્ભવતી બનાવી દેવાના કેસમાં આજે જામનગરની ખાસ અદાલતે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

ધ્રોલ તાલુકા પંથક માં રહેતી ૧૨ વર્ષ ની એક સગીરા વર્ષ ૨૦૨૦ માં ગાયો ચરાવવા માટે હરીપર ગામ ની સીમ માં ગઈ હતી. આ સમયે તેની પડોશ માં જ રહેતો રાજુ કારાભાઈ બાંભવા નામનો યુવાન પણ ઢોર ચરાવવા માટે સીમમાં જતો હતો. દરમ્યાન આરોપી રાજુ બાંભવાની નિયત બગડી હતી અને  સગીરા સાથે બળજબરી થી બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પછી સગીરા ગર્ભવતી બની હતી અને તેણી એ એક બાળકને જન્મ આપ્યો હતો.

આ અંગેની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશન માં નોંધાયા પછી અદાલત માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે નો કેસ ખાસ પોક્સો અદાલતમા ન્યાયધીશ આરતીબેન વ્યાસ સમક્ષ ચાલી જતા આરોપી રાજુ કારાભાઈ બાંભવાને દોષી ઠેરવી આજીવન કેદ ની સજા અને રૂ ૨૦ હજાર નાં દંડ નો હુકમ કર્યો હતો. અને દંડ ની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો અને સરકાર તરફથી ભોગ બનનાર સગીરા ને રૂ. ૧૦ લાખ ૫૦ હજારનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોક્યા હતા.

Gujarat