જામનગરના ગુલાબ નગર ઓવરબ્રિજ પર એસટી બસ અને છોટા હાથી વચ્ચેની ટક્કરમાં બંને વાહનોમાં નુકસાન


- સદભાગ્ય જાનહાની ટળી: એસટી બસના મુસાફરોને અન્ય બસમાં શિફ્ટ કરાયા

જામનગર,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

જામનગરના ગુલાબ નગર ઓવર બ્રિજ પર ગઈકાલે રાત્રિના દ્વારકા થી રાજકોટ તરફ જતી એક એસટી બસ અને છોટા હાથી વચ્ચે ટક્કર થઈ હતી, અને બંને વાહનોમાં ભારે નુકસાની થઈ છે. સદભાગ્ય જાનહાની ટળી છે.

દ્વારકા થી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ ગઈકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાના અરસામાં ગુલાબનગર ઓવરબ્રિજ પર એક છોટા હાથી સાથે ટકરાઈ ગઈ હતી,અને બંને વાહનોમાં નુકસાની થઈ હતી. માત્ર છોટા હાથીના ચાલકને સામાન્ય ઇજા થઈ હતી. એસટી બસમાં અનેક પેસેન્જર બેઠા હતા, પરંતુ કોઈને જાનહાની થઈ ન હતી, અને તમામનો બચાવ થયો હતો.

આ અકસ્માતના બનાવ પછી પોલીસ તંત્ર દોડતું થયું હતું, જ્યારે એસટી વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી બીજી બસને મંગાવી લઈ પેસેન્જરને તેમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.

City News

Sports

RECENT NEWS