જામનગરમાં સગા ભાઈએ ભાઈ પર કર્યો હુમલો

જામનગર,તા.23 નવેમ્બર 2022,બુધવાર

કળિયુગમાં પૈસા અને મિલકતના કારણે લોહીના સંબંધો પણ પારકા થઈ જાય છે. પૈસાના કારણે ઘણીવાર એવા પણ કિસ્સા બનતા હોય છે કે સગાભાઈ દ્વારા સગાભાઈની હત્યા કરી દેવામાં આવી હોય ત્યારે આવો જ કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે કે જયાં મિલકત માટે સગાભાઈએ પોતાના સગા ભાઈએ જીવલેણ હુમલો કર્યો છે. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, જામનગર શહેરના સિધ્ધાર્થ નગર શેરી નં. 1 વુલમીન ફાટક પાસે રહેતા શૈલેષભાઈ તેજાભાઈ સાગઠીયા ને તેના ભાઈ સવજીભાઈ ઉર્ફે કાનો તેને અને તેના માતા બાલુબેન ને મકાનમાં રહેવા દેતો ન હોય તેમજ માં દિકરો ગમતા ન હોય જેથી અવાર નવાર આ મુદ્દે બોલાચાલી પણ થતી હતી. ત્યારે ગઈકાલે સાંજના અરસામાં શૈલેષભાઈ લત્તામાં જતાં હતા ત્યારે સવજીભાઈએ ઢીકાપાટુનો માર મારી ઉશ્કેરાઈ જઈ છરી કાઢી શૈલેષભાઈને સાથળના ભાગે તથા છાતીમાં અને આંખના ઉપરના ભાગે ત્રણેક જેટલા ઘા મારતાં સી સી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હુમલાખોર ભાઈ વિરૂધ્ધ આઈપીસી કલમ 307, 327, 294 મુજબ ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS