For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામજોધપુરના ધ્રાફા ગામમાં સ્ત્રી પુરુષનું મતદાન બુથ સાથે કરી દેવાતાં ગ્રામજનોનો વિરોધ: મતદાનનો બહિષ્કાર

Updated: Dec 1st, 2022

 જામનગર,તા. 1 ડિસેમ્બર 2022,ગુરૂવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં વર્ષોથી મહિલાઓ માટે તેમજ પુરુષો માટે બે અલગ અલગ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા આ વખતે બન્ને મતદાન મથકોને ભેગા કરી દેવાયા હતા, જેનો ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે, અને મતદાનનો બહિષ્કાર કર્યો છે.

ધ્રાફાના ગ્રામજનોએ 'નો વોટ' સાથે ખાસ નોંધ મૂકી હતી, અને સમસ્ત ધ્રાફા ગ્રામજનોએ ચૂંટણી પંચ દ્વારા જે અમારી જૂની પરંપરા મુજબની બે બુથ ની વ્યવસ્થા જેમાં એક મહિલા બુધ અને એક પુરુષ બુથ જે વર્ષોથી ઊભા કરવામાં આવી રહ્યા છે, તેને આ વખતે રદ કરી દેવામાં આવ્યા છે, અને એકી સાથે મતદાન કરવા માટેનું બૂથ તૈયાર કરાયું છે.

જેનો ગ્રામજનો દ્વારા વિરોધ દર્શાવાયો છે. કોઈપણ ભોગે કોઈપણ પાર્ટીએ ધ્રાફા ગામમાં પ્રચાર કરવા કે મત માંગવા આવવું નહીં, તેવા સૂત્ર લગાવી દઈ ત્યાં સુધી અમારી જૂની પરંપરા જુદા જુદા બે બુથ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમો સંપૂર્ણપણે સમસ્ત ગ્રામજનો આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરીએ છીએ, તેવી નોટિસ લગાવી દેવાઇ હતી. જેને લઈને આજે ધ્રાફાનું મતદાન મથક એકદમ સુમશાન નજરે પડ્યું છે.

Gujarat