For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગર જીલ્લાની પાંચેય બેઠકો પર મતદાન પૂર્ણ થયા પછી ઇવીએમ મશીનો જમા કરાવવા માટે રાત્રી ભર ધમધમાટ

Updated: Dec 2nd, 2022

Article Content Image

- સ્ટ્રોંગ રૂમમાં સાત દિવસ માટે ઇ.વી.એમ. જમા કરાવવા માટે ચૂંટણી તંત્રના રાત ઉજાગરા: એસ.પી. ખડે પગે રહ્યા

જામનગર,તા.2 ડિસેમ્બર 2022,શુક્રવાર

જામનગર જિલ્લાની પાંચેય વિધાનસભાની બેઠક માટેની મતદાનની પ્રક્રિયાઓ ગઈકાલે પૂર્ણ થઈ ગયા પછી ઇ.વી.એમ. મશીનોને મુકવા માટેની ચૂંટણી તંત્ર દ્વારા રાત્રીભર કવાયત કરવામાં આવી હતી, અને સ્ટ્રોંગરૂમમાં મશીનો જમા કરાવતી સમયે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી, અને ખુદ જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ હાજર રહ્યા હતા.

Article Content Image

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું, જેમાં જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર મતદાન યોજાયું હતું, અને પાંચે બેઠક પર ૪૫ ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ થયું છે. જે તમામ ઇવીએમ મશીનોને ચૂંટણી ફરજના સ્ટાફ દ્વારા ગઈકાલે મોડી સાંજથી હરિયા કોલેજ સહિતના સ્થળે આવેલા સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવામાં આવ્યા હતા.

જે રીસીવિંગ સેન્ટર પર ચૂંટણી તંત્રનો સ્ટાફ મોડી રાત્રી સુધી દોડતો રહ્યો હતો, અને પાંચેય વિધાનસભાની બેઠકના તમામ મશીનોને જુદા જુદા સ્ટ્રોંગ રૂમમાં રાખવા મા આવ્યા હતા. આ સમયે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા પ્રેમ સુખ ડેલુ તથા જિલ્લાના અન્ય પોલીસકારીઓનો કાફલો ખડે પગે રહ્યો હતો, અને તમામ ઇવીએમ મશીન અને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાયા છે, અને તેના પર લશ્કરી દળના જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Article Content Image

 મત ગણતરીની પ્રક્રિયાઓ ૮મીએ હાથ ધરવામાં આવશે, ત્યારે તમામ મશીનો બહાર કાઢીને આગળની પ્રક્રિયાઓ હાથ ધરાશે. ત્યાં સુધી તમામ સ્થળે તેના પર કડક સુરક્ષા જવાનોનો કાફલો ગોઠવાયેલો રહેશે. તે માટેનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજજ બન્યું છે.

Gujarat