જામનગર ખાતે 'રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ' યોજાયો

જામનગર,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર ખાતે આસિસ્ટન્ટ વિહક્લ ઇન્સ્પેકટર ડી.આર. માણેકના અધ્યક્ષ સ્થાને ગત તા.૨૨ નવેમ્બરના રોજ 'રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સંસ્થાના ૭૫ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.  ડી.આર. માણેક દ્વારા રોડ સેફટીને લગતી ઉપયોગી માહિતી તેમજ માર્ગદર્શન તાલીમાર્થીઓને આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રોડ સેફટીને લગતા નિયમ પાલનના શપથ તાલીમાર્થીઓએ ગ્રહણ કર્યા હતા. 

કાર્યક્રમની આભારવિધિ સંસ્થાના આચાર્ય વી.કે.ગાજિયા, ઇન્ચાર્જ ફોરમેન એમ.પી. જાદવ તેમજ સુ.ઈ. એન.એ.ગોજીયા દ્વારા કરવામાં આવી હતી.

City News

Sports

RECENT NEWS