રશિયા સાથે યુદ્ધ વિરામની ઝેલેન્સ્કીને આશા તુર્કીયેવમાં પુતિનને રૂબરૂમાં મળવાની તેમની ઇચ્છા
- ભારત-પાક. યુદ્ધ વિરામને પગલે રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ ?
- ટ્રમ્પે ઝેલેન્સ્કીને અનુરોધ કર્યો કે તેમણે પુતિનને રૂબરૂમાં મળવું જ : યુક્રેન સહિત યુરોપીય દેશોનો આગ્રહ છે કે રશિયાએ ૩૦ દિવસનો બિનશરર્તી યુદ્ધ વિરામ કરવો
કીવ : યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આશા વ્યક્ત કરી હતી કે, તેઓ સોમવારથી રશિયા સાથે યુદ્ધ વિરામની આશા રાખે છે. સાથે કહ્યું હતું કે, તુર્કીયેવમાં પ્રમુખ પુતિનને રૂબરૂમાં મળવાની તેમની ઇચ્છા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સ્કીને અનુરોધ કર્યો હતો કે, તેઓએ પ્રમુખ પુતિનને રૂબરૂમાં મળવું જ. કારણ કે રશિયાએ જ સીધી મંત્રણા માટે આગ્રહ રાખ્યો છે અને તે માટે ગુરૂવારે તુર્કીયેવમાં મળવા પણ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન સહિત અન્ય યુરોપીય દેશોએ રશિયાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે પછીના ગુરૂવારે શાંતિ-મંત્રણા શરૂ થાય તે પહેલા સોમવારથી જ બંને દેશોએ બિનશરતીય યુદ્ધ વિરામ જાહેર કરવો જ જોઈએ. કહેવાય છે કે ઝેલેન્સ્કી તે મંત્રણા માટે તૈયારીઓ શરૂ કરી જ દીધી છે.
જો કે હજી તે સ્પષ્ટ નથી થયું કે ઝેલેન્સ્કી આ પછીના ગુરૂવારે તુર્કીયેવમાં મળનારી બેઠકમાં હાજરી આપવા ઝેલેન્સ્કી તૈયાર થશે કે નહીં.
આમ છતાં નિરીક્ષકો તો સ્પષ્ટ રીતે માને છે કે, ઝેલેન્સ્કી પુતિનને રૂબરૂમાં મળવા તૈયાર થશે કે કેમ ? છતાં નિરીક્ષકો તેમ પણ કહે છે કે, યુક્રેન અત્યારે લગભગ સંપૂર્ણ રીતે ખેદાન મેદાન થઈ ગયું છે. વળી અમેરિકા અને અન્ય યુરોપીય દેશો તેમને કયાં સુધી શસ્ત્રોની અને પૈસાની મદદ કરશે ? એક તબક્કે તો ટ્રમ્પે તેમ પણ કહી દીધું હતું કે, યુક્રેનને શસ્ત્રો કે નાણાં કશું પણ આપવાની જરૂર નથી.
આ સંયોગોમાં ઝેલેન્સ્કી પુતિન સાથે મંત્રણા કરવા તૈયાર થશે જ. ભારત-પાક. યુદ્ધ વિરામને લીધે આ યુદ્ધ વિરામ યોજાવાની શકયતા છે.