For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કંબોડિયામાં મળી આવી દુનિયાની સૌથી મોટી માછલી, 300 કિલો વજન

Updated: Jun 21st, 2022


તા. 21 જૂન 2022, મંગળવાર

કંબોડિયાના મેકાંગ નદી પર(mekong river) દુનિયાની સૌથી મોટીને પકડવામાં આવી હતી. 13 જૂને પકડાયેલી આ માછલીની લંબાઈ 13 ફૂટ હોવાનું કહેવાય છે.અને તેનુ વજન લગભગ 300 કિલો છે.  સ્ટંગ ટ્રાંગ નામની જગ્યા પાસે એક સ્થાનિક માછીમારે આ માછલી પકડી છે. જ્યારે માછીમારે આ માછલી પકડી તો તે પણ તેની સાઈઝ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, ત્યારબાદ તેણે વૈજ્ઞાનિકોને તેની જાણકારી આપી હતી. 


વૈજ્ઞાનિકોના પ્રમાણે તાજા પાણીની સૌથી મોટી માછલીનો રેકોર્ડ આ પહેલાં જાયન્ટ કેટફીશના નામે હતો. આ માછલી 2005માં થાઈલેન્ડમાં પકડાઈ હતી. જે 293 કિલોની જાયન્ટ કેટફિશ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિશાળકાય 4 મીટર લાંબી સ્ટિંગ્રે માછલીને ઈલેક્ટ્રોનિક ટેગ લગાવ્યા બાદ નદીમાં પાછી છોડવામાં આવી હતી, જેથી સંશોધનકર્તા તેની હિલચાલ અને વર્તન પર નજર રાખી શકે.


બાયોલોજીકલ જેબ હોગન  (biologist zeb hogan) નું કહેવુ છે કે, 'આ ખૂબ જ રોમાંચક ન્યુઝ છે, કારણ કે તે વિશ્વની સૌથી મોટી તાજા પાણીની માછલી છે.' કહેવામાં આવી રહ્યું છે કે જેબ નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર શો 'મોન્સ્ટર ફિશ' (monster fish)હોસ્ટ કરતો હતો. આ સાથે, તેઓ નદી સંરક્ષણ પ્રોજેક્ટનો ભાગ છે.

Gujarat