For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકન વિમાનોની જાસૂસી લાચાર થઈને જોઈ રહ્યુ છે ચીન

Updated: Jul 9th, 2020

Article Content Imageબેજિંગ, તા.9 જુલાઇ 2020, ગુરૂવાર

સાઉથ ચાઈના સીમાં પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના નૌકા કાફલા સાથે યુધ્ધાભ્યાસ કરી રહેલા અમેરિકાના જાસૂસી વિમાનો આગળ ચીન લાચાર થઈ ચુક્યુ છે.

યુધ્ધાભ્યાસના ભાગરુપે અમેરિકાના જાસૂસી વિમાનો ચીનની  નજીક ચકરાવા મારીને નીકળી  જઈ રહ્યા છે અને ચીન તેને જોવા સીવાય બીજુ કશું કરી શકતુ નથી.ચીનના અખબારે જાસૂસી વિમાનોની ઉડાનને ખતરનાક સંકેત તરીકે ગણાવી છે.

અખબારે કહ્યુ  છે કે, છેલ્લા ત્રણ દિવસથી અમેરિકાના જાસૂસી વિમાનો દેશના દક્ષિણ ભાગના કાંઠા વિસ્તારોની અત્યંત નજીકથી ઉડી રહ્યા છે.જેની પાછળનો ઈરાદો અહીંયા તૈનાત ચીની નૌસેનાના જંગી જહાજોની અને હથિયારોની જાસૂસી કરવાનો છે.એક તબક્કે તો અમેરિકાનુ જાસૂસી વિમાન ચીનના ગુઆંગડોંગથી માત્ર 51 નોટિકલ માઈલ દુર હતુ.આવુ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યુ છે.

Article Content Imageચીનના નિષ્ણાતોનો દાવો છે કે, અમેરિકા ચીન સાથે ટકરાવા માટે જાસૂસી કરીને જાણકારી એકઠી કરી રહ્યુ છે.કારણકે અમેરિકા જે વિમાનો ઉપયોગમાં લઈ રહ્યુ છે તે ઈલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ અને કોમ્યુનિકેશન સિગ્નલને પકડી શકે છે અને તેના એનાલિસીસના આધારે અમેરિકા ચીન પાસે કયા પ્રકારના શસ્ત્રો છે તે જામવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, ગુઆંગડોંગ ચીનની નૌસેનાના જહાજો માટેનુ બેઝ છે.સાઉથ ચાઈના સીની સુરક્ષાની જવાબદારી આ બેઝના જહાજો પર છે .

Gujarat