For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Video : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાયકલ પરથી પડ્યા - કહ્યુ, 'હુ ઠીક છુ'

Updated: Jun 19th, 2022

Article Content Image

વોશિંગ્ટન, તા. 19 જૂન 2022 રવિવાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ડેલાવેયર રાજ્યમાં સાયકલ ચલાવતી વખતે પડી ગયા. જોકે, આ ઘટનામાં તેમને કોઈ ઈજા પહોંચી નથી અને તેઓ સાજા છે. ઘટના બાદ તેમણે કહ્યુ, હુ ઠીક છુ.

ઘટનાની વિગત મુજબ 18 જૂને જો બાઈડન ડેલાવેયર રાજ્યના રેહોબોથ બીચ પર વીકેન્ડ ટ્રિપ મનાવવા પોતાની પત્ની જિલ બાઈડન સાથે ગયા હતા. જ્યાં તેમણે સાયકલ રાઈડિંગનો આનંદ માણ્યો. તેમને જોવા માટે તેમના ઘણા સમર્થક પણ રેહોબોથ બીચના કેપ હેનલોપેન સ્ટેટ પાર્ક પહોંચ્યા હતા. જો બાઈડન સાઈકલ ચલાવતી વખતે જેવા રોકાયા તેમનો પગ પેડલમાં ફસાઈ ગયો અને તેઓ પડી ગયા. રાઈડિંગ દરમિયાન જો બાઈડને ટી શર્ટ, શોર્ટ્સ અને હેલમેટ પહેર્યા હતા.

પડતા સાથે જ સુરક્ષા ગાર્ડ્સે તેમને ઘેર્યા

જો બાઈડનના સાયકલ પરથી પડતા જ તેમની સુરક્ષામાં તૈનાત ગાર્ડ્સે તેમને ઘેરી લીધા અને તેમને ઉઠાવવામાં મદદ કરી. આ ઘટના બાદ જ્યારે જો બાઈડનને પુછવામાં આવ્યુ કે તેઓ કેવી રીતે પડી ગયા તો તેમણે કહ્યુ સાયકલના પેડલ પર તેમણે પગ મૂક્યો અને મારો પગ ફસાઈ ગયો હતો.

વ્હાઈટ હાઉસે કહ્યુ- રાષ્ટ્રપતિ ઠીક છે

જો બાઈડને ત્યાં ખૂબ લાંબા સમય સુધી પોતાના સમર્થકો અને મીડિયા સાથે વાત કરી. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યુ કે સાયકલ રોકતી વખતે તેમનો પગ પેડલ પર ફસાઈ ગયો હતો. હાલ તેઓ ઠીક છે. તેમણે પોતાનો બાકીનો દિવસ પોતાના પરિવાર સાથે વીતાવ્યો.

Gujarat