For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકા ફરવાની સાથે કોરોનાની રસી મુકાવો, હવે 'વેક્સિન ટુરિઝમ'નુ પેકેજ બહાર પડયુ

Updated: Nov 24th, 2020

Article Content Imageવોશિંગ્ટન, તા. 24 નવેમ્બર 2020, મંગળવાર

કોરોના વાયરસની વેક્સિન ભારતમાં નવા વર્ષમાં આવે તેવી શક્યતા છે.જોકે સામાન્ય લોકો સુધી તેને પહોંચતા સમય પણ લાગી શકે છે.બીજી તરફ અમેરિકામાં ડિસેમ્બરના અંત સુધીમાં રસી મુકવાનુ શરુ કરાશે.

આ મોકાનો ફાયદો ઉઠાવીને મુંબઈને એક કંપનીએ વેક્સિન ટુરિઝમની ઓફર કરી છે.કંપનીએ 1.75 લાખ રુપિયામાંઅમેરિકા જઈને રસી મુકવાનુ અને ચાર દિવસ રહેવાનુ પેકેજ બહાર પાડ્યુ છે.છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકારનો મેસેજ વોટ્સ એપ પર વાયરલ થઈ રહયો છે.

જેમાં કહેવાયુ છે કે, સૌથી પહેલા કોરોના વેક્સિન મુકાવનારા લોકોમાંથી તમે પણ એક હોઈ શકો છે.જેવી અમેરિકામાં વેક્સિન ઉપલબ્ધ થશે અમે વીવીઆઈપી ક્લાયન્ટ માટે અમેરિકામાં રસી મુકાવાની વ્યવસ્થા કરવા માટે તૈયાર છે.કંપનીએ ઓફર કરેલા પેકેજમાં મુંબઈથી ન્યૂયોર્ક આવવા જવાનુ ભાડુ, ચાર દિવસનો સ્ટે અને વેક્સિનનો એક ડોઝ સામેલ છે.

કંપનીએ વેક્સિન ટુરિઝમ ડેવલપ કરવાનો દાવો કર્યો છે.સાથે સાથે કહ્યુ છે કે, આ તમામ કાર્યવાહી અમેરિકન કાયદા પ્રમાણે જ થશે.આ પેકેજ માટે એડવાન્સ કે ડિપોઝિટ આપવાની જરુર નથી.કંપની દ્વારા અમેરિકાના વિઝા માંગવામાં આવશે અને તે પછીની કાર્યવાહી અમેરિકાના કાયદા પ્રમાણે થશે.જોકે અમેરિકામાં વેક્સિન ક્યારે આપવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત પર જ પ્રોગ્રામ આધાર રાખે છે.

Gujarat