For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મ્યાનમારમાં યુદ્ધ જેવી સ્થિતિ, અમેરીકાની પોતાના નાગરિકો બહાર નહી નિકળવા સુચના

Updated: Feb 15th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2021, સોમવાર

મ્યાનમારમાં બળવાની સ્થિતિ બાદ યંગૂનના માર્ગો પર સેનાની બખ્તર બંધ ગાડીઓ ઉતરી છે અને અહીં તણાવપૂર્ણ અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જી છે. દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચીની ધરપકડ બાદથી દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યું છે અને એવામાં દુનિયાભરના દેશોની નજર ત્યાંની હાલની સ્થિતિ પર છે.

આ વચ્ચે અમેરીકન એમ્બેસીએ પોતાના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. મ્યાનમારની સ્થિતિ અમેરીકન દૂતાવાસની હાલની સ્થિતિ જોતા પોતાના નાગરિકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે. સોમવારે એક ટ્વીટ દ્વારા અમેરીકન એમ્બેસીએ એલર્ટ કરી કહ્યું કે ત્યાં ટેલીકોમ સેવા પણ બંધ કરવામાં આવી શકે છે.

એમ્બેસી તરફથી કહેવામાં આવ્યું કે, યંગૂનમાં સેનાની માર્ચ દરમિયાન બપોરે એક વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી ટેલિકોમ સેવાઓ બંધ થવાના સંકેત મળી રહ્યાં છે. મ્યાનમારમાં રહેતા અમેરીકન નાગરિકોને અપીલ છે કે સાંજે આઠ વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી ઘરમાંથી બહાર ના નિકળે.

Gujarat