For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વની ૪૩ ટકા શાળાઓમાં હાથ ધોવા પાણી,સાબુની સુવિધા નથી

શાળાઓ ફરીથી શરૃ કરવી કે નહીં તે અંગેની દ્વિધા વચ્ચે જારી કરાયેલો રિપોર્ટ

who અને unicefનો અહેવાલ

Updated: Aug 13th, 2020


(પીટીઆઇ) જોહ્નિસબર્ગ, તા. ૧૩

યુનાઇટેડ નેશન્સના અંદાજ મુજબ વિશ્વની ૪૩ ટકા શાળાઓમાં હાથ ધોવા માટે રૃરી સાબુ અને પાણીની સુવિધા નથી. કોરોનાવાઇરસ મહામારી વચ્ચે શાળાઓ ખોલવી કે નહીં તે અંગે વિશ્વના મોટા ભાગના દેશો દ્વિધામાં છે ત્યારે આ સંયુક્ત રાષ્ટ્રનો આ અહેવાલ જાહેર થયો છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલ મુજબ વિશ્વના ૮૧.૮ કરોડ બાળકો પૈકી ત્રીજા ભાગના બાળકોની શાળાઓમાં હાથ ધોવાની સુવિધા નથી. મોટા ભાગની આવી શાળાઓ આફ્રિકાના દેશોમાં આવેલી છે. 

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે ક શાળાઓ ખોલવી કે નહીં તે અંગેનો નિર્ણય લેતી વખતે આરોગ્યની સાથે આર્થિક તથા સામાજિક ચિંતાઓનો પણ વિચાર કરવો જોઇએ. આ અહેવાલમાં  લાંબા સમય સુધી શાળાઓ બંધ રાખવાથી બાળકો પર પડતી પ્રતિકૂળ અસરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ અહેવાલમાં જણાવ્યા મુજબ વિશ્વની ત્રણ પૈકી એક શાળામાં પીવાની પાણીની સુવિધા મર્યાદિત છે અથવા નથી.


Gujarat