ઈમરાન ખાનની મુશ્કેલી વધી: PTI નેતા ફવાદ ચૌધરીની ધરપકડ

Updated: Jan 25th, 2023


- ફવાદ ચૌધરીની ધરપકડ બાદ ઈમરાન ખાનના ઘરની બહાર મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા

ઈસ્લામાબાદ, તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર

PTI નેતા ફવાદ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ફવાદ ચૌધરીની ધરપકડ એવા સમયે કરવામાં આવી હતી જ્યારે પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. ફવાદ ચૌધરીએ દાવો કર્યો હતો કે સરકાર પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે.

ઈસ્લામાબાદ પોલીસે ફવાદ ચૌધરીની ધરપકડની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચૂંટણી પંચના સચિવ ઉમર હમીદની ફરિયાદ પર ગઈ કાલે રાત્રે ઈસ્લામાબાદના કોહસર પોલીસ સ્ટેશનમાં ચૌધરી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ફવાદ ચૌધરીની ધરપકડ બાદ ઈમરાન ખાનના ઘરની બહાર મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા. હબીબે ફવાદ ચૌધરીને પોલીસ વાહનમાં લઈ જવાનો વીડિયો પણ શેર કર્યો છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ફવાદ ચૌધરીની લાહોરથી ધરપકડ કરવામાં આવી છે. તેને ઈસ્લામાબાદ લાવી શકાય છે. બીજી તરફ ફવાદની ધરપકડ સામે PTI  પાર્ટીના નેતાઓએ શાહબાઝ સરકાર સામે મોરચો ખોલ્યો છે. 


આ પહેલા પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનની ધરપકડની અફવા ફેલાઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકો લાહોરના જમાન પાર્ક સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીટીઆઈએ પણ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે એવા અહેવાલો છે કે સરકાર આજે રાત્રે ઈમરાન ખાનની ધરપકડ કરી શકે છે.

    Sports

    RECENT NEWS