આ કંપનીએ કર્મચારીઓ પર નજર રાખવા ટોયલેટમાં કેમેરા લગાવ્યા


બીજિંગ, તા. 23 સપ્ટેમ્બર 2022 શુક્રવાર

સ્ટાફ પર નજર રાખવા માટે એક કંપનીના બોસએ ટોયલેટમાં પણ કેમેરા લગાવી દીધા. બોસને શંકા હતી કે ટોયલેટમાં સ્ટાફ સ્મોકિંગ કરે છે અને ફોન પર ખૂબ વધારે સમય વિતાવે છે.

ટોયલેટના અમુક ફોટો ઓનલાઈન લીક થઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર બોસની ટીકા થઈ રહી છે. જોકે ફોટો સામે આવ્યા છતાં કંપનીએ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યુ કે કંપનીએ બાથરૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા નથી. 

ઘટના દક્ષિણી ચીનના એક શહેરની છે. અહીંની એક ટેક કંપની પર ગંભીર આરોપ લાગ્યા છે. રિપોર્ટ અનુસાર ટોયલેટમાં બ્રેક ટાઈમ વિતાવી રહેલા કર્મચારીઓના ત્રણ ફોટો લીક થયા હતા અને પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા.

ત્રણ ફોટોમાં ત્રણ અલગ-અલગ પુરુષ ટોયલેટમાં સ્મોકિંગ અને ફોન યુઝ કરતા જોવા મળ્યા છે. રિપોર્ટમાં જણાવ્યુ કે કંપનીએ આ ત્રણેય ફોટોનો ઉપયોગ બીજા સ્ટાફને ચેતવણી આપવા માટે કર્યો હતો. જેથી અન્ય લોકો કંપનીની પોલિસીને તોડે નહીં. પરંતુ આ ફોટોના કારણે સોશિયલ મીડિયા પર કંપનીની ટીકા થઈ રહી છે. લોકો સ્ટાફની પ્રાઈવસીનો પ્રશ્ન ઉઠાવીને કંપની પર નિશાન સાધતા જોવા મળ્યા. 

રિપોર્ટ અનુસાર કેમેરામાં કેદ બે લોકોને કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા છે જ્યારે બાકી લોકોનુ બોનસ કાપી દીધુ છે અને તે લોકોને કંપની તરફથી છેલ્લી ચેતવણી આપવામાં આવી છે. આ નિર્ણય પર કંપનીએ કહ્યુ કે કર્મચારીઓએ લક્ષ્મણ રેખા પાર કરી દીધી હતી. તેથી તેઓ એક કડક કાર્યવાહીના હકદાર હતા.

City News

Sports

RECENT NEWS