For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જમીનની અંદર આવેલું છે આ શહેર, પણ સુવિધાઓ જાણી ચોકી જશો !

ઇન્ટરનેટ સહિતની બધી જ સુવિધાઓ છે ઉપલબ્ધ છે આ શહેર

આ ભૂગર્ભ નગરમાં આવાં 1500 ઘરો છે

Updated: Dec 9th, 2022

Article Content Image

તા. 9 ડીસેમ્બર 2022, શુક્રવાર

જમીનની અંદર આવેલું આ નગર દક્ષિણ ઓસ્ટ્રેલિયા છે. એડિલેડ શહેરથી 846 કિલોમીટર દૂર આવેલા આ નગરનું નામ છે કૂબર પેડી. ખરેખર, અહીં દુર્લભ રત્ન ઓપલની ઘણી ખાણો છે. ખાણ માટે આવેલા મજૂરો આ ભૂગર્ભ નગરમાં રહેવા લાગ્યા હતા. આ ભૂગર્ભ નગરમાં બનાવેલી સમગ્ર વ્યવસ્થા માત્ર ખોદકામની કામગીરીને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી હતી. હવે અહીંના લોકો તેના અંડરગ્રાઉન્ડ મકાનોમાં જ રહે છે.

આ ભૂગર્ભ નગરમાં આવાં 1500 ઘરો છે
જમીન, દરિયા કિનારે અને પહાડો પર વસેલા ગામો અને નગરોથી વિપરીત, આ શહેરમાં જમીનની અંદર ઘરો અને ચર્ચો પણ છે. તે જ સમયે, રહેવાસીઓની સુવિધા માટે આ ભૂગર્ભ નગરમાં મોલ, દુકાનો અને શાળાઓ પણ છે. આ ખાણમાં, ઓરડાઓથી માંડીને માનવ જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ બનાવવાનું કામ ખાણના કામદારો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભૂગર્ભ નગરમાં આવા 1500 ઘરો છે. આ નગરનું આકર્ષણ એટલું છે કે અહીં ઘણી હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.

કૂબર પેડેમાં ઓપલનું ખાણકામ વર્ષ 1915માં શરૂ થયું હતું. આ રણ વિસ્તાર છે. તેથી, ઉનાળામાં આ નગરનું તાપમાન ખૂબ ઊંચું રહે છે. ઉનાળામાં, આ વિસ્તારનું તાપમાન 120 ડિગ્રી સુધી પહોંચે છે. તે જ સમયે, શિયાળામાં તાપમાન ખૂબ નીચું જાય છે. કૂબર પેડીમાં વરસાદ પણ બહુ ઓછો હોય છે.

એક રાત્રી રોકાણના 12,000 રૂપિયા
કૂબર પેડીના ભૂગર્ભ ઘરોમાં ઇન્ટરનેટ અને વીજળી ઉપલબ્ધ છે. અહીંના લોકો માટે પીવાના પાણીની કોઈ અછત નથી. કૂબર પેડીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે અંડરગ્રાઉન્ડ હોટેલ પણ છે. આમાં એક રાત્રી રોકાણ માટે પ્રવાસીઓને 12,000 રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે. આ ટાઉનમાં જમીનની નીચે એક ભવ્ય ક્લ્બ પણ છે


Gujarat