For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈસ્લામિક સ્ટેટને જવાબ આપવા માટે પોતાના જ સૈનિકોને મોતના મોઢામાં ધકેલશે તાલિબાન

Updated: Jan 7th, 2022


કાબુલ, તા. 7. જાન્યુઆરી 2022 શુક્રવાર

અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કર્યા બાદથી ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાઓ કરી રહ્યુ છે.આ સંજોગોમાં આંતકવાદી હુમલાનો જવાબ આપવા માટે હવે તાલિબાને પોતાના જ સૈનિકોની આત્મઘાતી ટુકડીઓ બનાવવાનો નિર્ણય લીધો છે.

આમ અફઘાનિસ્તાનમાં તાલિબાન  પોતાના જ સૈનિકોને મોતના મુખમાં ધકેલવા માટે તૈયાર થઈ ગયુ છે.તાલિબાને સત્તા પર આવતા પહેલા પોતાના જ આતંકીઓનો પહેલા રશિયા સામે અને એ પછી અમેરિકા સામે આત્મઘાતી હુમલાઓ માટે ઉપયોગ કરેલો જ છે.જોકે હવે સત્તા સંભાળ્યા પછી પણ તાલિબાન પોતાના આ હથિયારનો ઉપયોગ ચાલુ રાખવા માંગે છે.

તાલિબાનના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનની રક્ષા માટે તાલિબાન દેશભરમાં વિખેરાઈ ગયેલા આત્મઘાતી હુમલાખોરનુ સંગઠન ફરી તૈયાર કરાવ માંગે છે.જેનુ મુખ્ય લક્ષ્ય ઈસ્લામિક સ્ટેટના સંગઠનો હશે.તેનો ઉપયોગ વિશેષ અભિયાનો માટે કરવામાં આવશે.આ ટુકડીઓમાં જેઓ શહીદ થવા ઈચ્છે છે તેમને સામેલ કરાશે.

તાલિબાન સત્તા પર આવ્યા બાદ ઈસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાનમાં પાંચ મોટા તાલિબાની હુમલા કર્યા છે.સાથે સાથે સરહદ પર ફેન્સિંગ કરવાના મામલે પાકિસ્તાન સાથે પણ તાલિબાનનો ટકરાવ વધી રહ્યો છે.

તાલિબાને પાકિસ્તાનને બોર્ડર પર કોઈ પણ ભોગે ફેન્સિંગ નહીં કરવા દેવાય તેવુ જાહેર કરી દીધુ છે.

Gujarat