For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-વી ના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ઓક્ટોબરથી કરાશે

Updated: Aug 13th, 2020

Article Content Image

મોસ્કો, તા. 13 ઓગસ્ટ 2020 ગુરૂવાર

રશિયાની કોરોના વાઈરસ વેક્સિન પર ઉઠી રહેલા પ્રશ્નો વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા કોવિડ-19 વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ફિલિપાઈન્સમાં ઓક્ટોબરથી માર્ચ વચ્ચે થશે. ફિલિપાઈન્સ રાષ્ટ્રપતિના પ્રવક્તા હેરી રોકેએ ગુરૂવારે કહ્યુ કે રશિયાની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ઓક્ટોબરથી માર્ચ સુધી ફિલિપાઈન્સમાં થશે.

આ સમાચાર એટલા માટે મહત્વના છે કે કેમ કે રશિયાએ ત્રીજા તબક્કાના ટ્રાયલ પહેલા જ કોરોના વેક્સિન વિકસિત કરી લેવાની જાહેરાત કરીને પૂરી દુનિયાને હેરાન કરી દીધી છે. જોકે, વેક્સિનના ત્રીજા તબક્કાનુ ટ્રાયલ બાકી હોવાના કારણથી સમગ્ર દુનિયામાં આને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.

રશિયાની કોરોના વેક્સિન Sputnik-V પર કેમ ઉઠી રહ્યા છે પ્રશ્ન

એક અખબાર અનુસાર પ્રવક્તાએ એ પણ કહ્યુ રશિયાની સરકાર વેક્સિનના ટ્રાયલ માટે ફંડ આપશે. વેક્સિનની દક્ષતા અને સુરક્ષાની તપાસ માટે હજારો દર્દીઓને રસી આપવામાં આવશે.

પ્રવક્તાએ કહ્યુ કે મનીલાને આશા છે કે ફિલિપાઈન્સનુ ખાદ્ય અને ઔષધિ વહીવટીતંત્ર એપ્રિલ 2021 સુધી રશિયા દ્વારા નિર્મિત વેક્સિનને મંજૂરી આપી દેશે. આ વેક્સિનને રશિયાની ગમાલયા શોધ સંસ્થા અને રક્ષા મંત્રાલયે મળીને તૈયાર કરી છે. આ વેક્સિનનું નામ Sputnik V છે, જેનું પંજીકરણ મંગળવારે થયુ. રશિયા રાષ્ટ્રપતિ પુતિને આનુ એલાન કર્યુ અને કહ્યુ કે આ વેક્સિન તમામ જરૂરી તપાસ પ્રક્રિયામાંથી પસાર થઈ છે.

કોરોનાની આ રસીનું નામ રશિયાએ 1957ના વર્ષમાં બનાવેલા પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક 1 ઉપરથી આપ્યું છે. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે રશિયા વિદેશી બજારમાં ‘સ્પુતનિક વી’ નામથી માર્કેટિંગ કરશે. રશિયાના જણાવ્યા પ્રમાણે સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓને આવતા મહિને રસી આપવાની શરુઆત કરવામાં આવશે. ત્યારબાદ સિનિયર સિટિઝનને રસી આપવામાં આવશે.

આ સાથે જ રશિયા કોરોના વાયરસની રસી બનાવનાર પ્રથમ દેશ બની ગયો છે. રશિયાના નાણામંત્રી કિરીલ દિમિત્રિકે જાણકારી આપી કે દુનિયાના 20થી વધારે દેશોએ રશિયાને એક અબજથી વધારે રસીના ડોઝનો ઓર્ડર પણ આપી દીધો છે. 

Gujarat