For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શ્રીલંકામાં આર્થિક સંકટઃ વડાપ્રધાન રાજપક્ષેએ આપ્યું રાજીનામુ

Updated: May 9th, 2022

કોલમ્બો,તા. 09 મે 2022, સોમવાર

આર્થિક સંકટ વચ્ચે ઘેરાયેલા શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ આજે રાજીનામુ આપી દીધું છે. 

વિપક્ષ દ્વારા વચગાળાની સરકાર બનાવવાની થઈ રહેલી માંગણી સામે ઝુકીને આખરે તેમણે રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે.

વિરોધ પક્ષો સરકાર પર સતત દબાણ કરી રહ્યા હતા જ્યારે બીજી તરફ મહિન્દા રાજપક્ષે પર તેમની  પાર્ટીમાંથી પણ રાજીનામુ આપવા માટે દબાણ વધી રહ્યુ છે. તેમના પોતાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે પણ ઈચ્છી રહ્યા હતા કે, મહિન્દા રાજપક્ષે રાજીનામુ આપે. 

જોકે તેમણે સીધી રીતે આ બાબતે કોઈ નિવેદન નહોતું આપેલું પણ સૂત્રોનું કહેવુ છે કે, રાષ્ટ્રપતિ ઈચ્છી રહ્યા હતા કે, પીએમ રાજીનામુ આપે જેથી દેશમાં એક સર્વપક્ષીય સરકાર બનાવી શકાય.

દરમિયાન પીએમ મહિન્દા રાજપક્ષેએ પણ કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન પદેથી રાજીનામુ આપવા માટે સંમતિ બતાવેલી. આ પહેલા પણ તેઓ કહી ચુકેલા કે, જરૂર પડે તો હું રાજીનામુ આપવા માટે તૈયાર છું.

શ્રીલંકાના સત્તાધારી જોડાણના અસંતુષ્ટ નેતા દયાસીરી જયશેખાનુ માનવું હતું કે, શક્ય છે કે મહિન્દારાજપક્ષે પોતાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટબાયા પર રાજીનામાનો નિર્ણય છોડી દે અથવા તો જાતે જ રાજીનામુ આપી દે. આખરે તેમણે રાજીનામુ આપી દીધું છે પરંતુ આર્થિક સંકટનો ઉકેલ લાવવામાં આ રાજીનામુ કોઈ કામ નહીં લાગે.

Gujarat