Get The App

રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ઝેલેન્સ્કી તૈયાર, પુતિન સાથે તૂર્કેઈમાં યોજશે બેઠક

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ઝેલેન્સ્કી તૈયાર, પુતિન સાથે તૂર્કેઈમાં યોજશે બેઠક 1 - image


Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી-2022ના રોજ યુદ્ધ શરૂ થયું હતું. બંને દેશોના યુદ્ધના આજે 918 દિવસ થઈ ગયા છે, ત્યારે હવે આ યુદ્ધ સમાપ્ત થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બંને દેશો વચ્ચે 15 માર્ચે તૂર્કેઈમાં બેઠક યોજાઈ શકે છે.

અમે યુદ્ધ સમાપ્તી માટે વાતચીત કરવા તૈયાર : ઝેલેન્સ્કી

ઝેલેન્સ્કીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે યુક્રેનમાં બેઠક યોજવા માટે અને કોઈ સમસ્યા નથી. અમે તૈયાર છીએ. હું આ ગુરુવારે 15 મેએ તૂર્કેઈમાં છું અને મને આશા છે કે,  પુતિન પણ તૂર્કેઈ આવશે. મને આશા છે કે, આ વખતે પુતિન કોઈપણ બહાનું નહીં શોધે કે, કેમ ન આવી શક્યા. અમે યુદ્ધ સમાપ્ત કરવા વાતચીત કરવા માટે તૈયાર છીએ.’

રશિયાએ સીધી વાતચીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો

આ પહેલા ક્રેમલિને રવિવારે કહ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપ્રમુખે કીવના અધિકારીઓ સાથે કોઈપણ શરત વગર સીધી વાતચીત કરવા માટે પ્રસ્તાવ આપ્યો છે. અગાઉ 2022માં આવા પ્રસ્તાવને રદ કરાયો હતો. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનની સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે કિવ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે તેમની ઇચ્છાની પુષ્ટિ કરે છે.

ઝેલેન્સ્કીએ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ સ્વીકાર્યો

રશિયન સરકારી સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, ઝેલેન્સ્કીએ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. યુક્રેને 10 મેએ યુદ્ધવિરામ જાહેરાત કરી છે, જોકે તે પહેલાં એટલે કે શનિવારે ચાર દેશોના નેતાઓ યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ચારેય દેશોના નેતાઓએ યુક્રેનને સમર્થન આપવા માટે તૈયાર થયા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલાથી ભારતીય સેનાનો ઈનકાર, એર માર્શલે કહ્યું- માહિતી આપવા બદલ આભાર

યુક્રેન પહેલા પુતિને કરી યુદ્ધવિરામની જાહેરાત

યુક્રેને યુદ્ધ વિરામની જાહેરાત કરી તે પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લોદિમીર પુતિને (Russia President Vladimir Putin) વિક્ટ્રી ડે પરેડના કાર્યક્રમ દરમિયાન એકતરફી 72 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘રશિયાના સૈનિકો કોઈપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે.’ બીજીતરફ યુક્રેને રશિયન વિક્ટ્રી ડે પરેડને નકલી દેશભક્તિનો તમાશો અને રશિયા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામને પોકળ ગણાવ્યો હતો.

ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓનો શાંતિ સ્થાપવાનો પ્રયાસ

અમેરિકાએ માર્ચમાં 30 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો યુક્રેને સ્વીકાર કર્યો હતો. જોકે રશિયા પોતાની શરતો પર યુદ્ધવિરામ કરવા માંગતું હતું. યુરોપિયન નેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પે શાંતિ સમજૂતીનું આહ્વાહન કર્યું છે, જેને અમે સમર્થન આપીએ છીએ અને રશિયાને આગ્રહ કરીએ છીએ કે, તેઓ સ્થાયી શાંતિ સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં અડચણો ઊભી કરવાનું બંધ કરે. અમેરિકા અને અમે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ, તેથી રશિયા કોઈપણ શરત વગર 30 દિવસ સુધી યુદ્ધવિરામ પર રાજી થાય.’

આ પણ વાંચો : પાકિસ્તાને છોડેલા તૂર્કિયેના ડ્રોન-ચીનની મિસાઈલ તોડી પાડી, ભારતની એર ડિફેન્સ સિસ્ટમ અભેદ્ય: સેના

Tags :